Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભરૂચ પાલિકાની વેરા ઝુંબેશમાં બે દિવસમાં 5 લાખની વસૂલાત
ભરૂચ નગરપાલિકા દ્વારા વેરાવસુલાતને લઇ કડકાઇ દાખવવામાં આવી રહી છે. માર્ચ એન્ડિંગમાં વેરા વસુલાત 100 ટકા થાય તે માટે વેરા ખાતુ દ્વારા લાઈટ, હાઉસ,વ્યવસાય,સફાઈના બાકી વેરાની ટેક્સ વિભાગની ટીમ દ્વારા કકક ઉઘરાણી કરાઈ રહી છે. ધુળેટીના તહેવાર બાદ પાલિકાની ટીમે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ફટાતળાવ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના શોપિંગ આવેલી 20 દુકાનોમાંથી 11 દુકાન ધારકો પાસેથી 2.50 લાખના બાકી વેરાની વસુલાત કરીને બાકીની 9 દુકાન ધારકોને દિવસ 3 માં બાકી વેરો ચૂકવવા નોટિસ આપી છે.એવી જ રીતે મોટી બજાર શાકમાર્કેટમાં આવેલી લગભગ 15 જેટલી દુકાન ધારકો પાસેથી 2 લાખનો વેરો વસુલ્યો હતો. પાલિકાના દ્વારા 31 માર્ચ સુધી ચાલનારી ઝુંબેશમા કડક હાથે કાર્યવાહી કરાઈ રહી છે. વેરા બાકીદારોને પાલિકાની મળેલી નોટિસ બાદ પણ જો વેરો નહિ ભરવામાં આવશે તો મિલકતને સીલ મારવાની કામગીરી કરાશે. કારોબારીના ચેરમેન નરેશ સુથારવાલાએ જણાવ્યું હતું કે, પાલિકાની હદમાં આવતા કોમર્શિયલ દુકાનો તેમજ
મકાનો જે બંધ હાલતમાં હશે કે તેમાં રહેતા હશે હાઉસ ટેક્સ નહીં ભરે તો તેનું પાણીના નળનું કનેક્શન કાપીને સીલ કરેલી મિલકતની હરાજી કરીને વેરાની વસુલાત કરાશે.
પાલિકા દ્વારા ગાંધી બજારની એક મિલ્કતને સીલ કરવામાં આવી હતી
31 માર્ચ સુધી ચાલનારી ઝુંબેશમાં બાકીદારોને વેરો ભરવા જણાવાયુંુ