ભરૂચમાં ઘરમાં જ જુગાર રમતાં 5 જુગારિયા ઝડપાયાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ શહેરના અંબિકાનગર વિસ્તારમાં રહેતો યુવાન ઘરમાં જ જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે એસઓજીની ટીમે દરોડો પાડી પાંચ જુગારિયાઓને ઝડપી પાડ્યાં હતાં. ટીમે તેમની પાસેથી 71 હજાર રોકડા જપ્ત કર્યાં હતાં. તમામ વિરૂદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ એસઓજીની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, શહેરના અંબિકાનગર ખાતે રહેતો મનિષ કાલીદાસ મહેતાં તેના ઘરમાં જુગાર રમાડે છે. જેના પગલે ટીમે તેના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતાં મનીષ કાલીદાસ મહેતા, વિરેન્દ્રસિંહ ચંદ્રસિંહ પટેલ, પ્રતિક ભરત ચૌહાણ, અશોક દેવીદાસ સુર્યવંશી તેમજ તરૂણ શાંતીલાલ ભાટીયાને ટીમે ઝડપી પાડ્યાં હતાં. ટીમે સ્થળ પરથી રોકડા રૂપિયા 71 હજાર તેમજ જુગારનો સામાન જપ્ત કર્યો હતો. ટીમે તમામ જુગારિયાઓ વિરૂદ્ધ ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...