તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બાઇક સ્લીપ થતાં 3 મહિલા સહિત 4 વ્યક્તિને ગંભીર ઇજા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચના કંથારિયાથી ઝઘડિયાના ખારીયા ગામે જઇ રહેલી બાઇક નાના સાંજા ગામ પાસે સ્લીપ થતાં બાઇક સવાર 3 મહિલા સહિત 4 વ્યક્તિઓ જમીન પર પટકાતાં ચારેયને ગંભીર ઇજાઓ થઇ હતી. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકામાં રાણીપુરા ખાતે રહેતાં દિલીપ માનસિંગ વસાવા તેમની બાઇક પર શિલાબેન ગુમાન વસાવા (રહે. કઠોદરા, હાંસોટ) તેમજ સંજન બાબુ વસાવા અને પુષ્પા બબુ વસાવા (બન્ને રહે. ખારીયા, ઝઘડિયા)ને બેસાડી કંથારિયાથી ખારીયા ગામે જઇ રહ્યાં હતાં. દરમિયાન ઝઘડિયાના નાના સાંજા ગામ પાસેથી પસાર થતાં સમયે કોઇ કારણસર તેમની બાઇક સ્લીપ થઇ જતાં ચારેય રસ્તા પર પટકાતાં ચારેયને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટના અંગે 108ની ટીમને જાણ થતાં ટીમે સ્થળ પર દોડી આવી ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં શિલાબેન તેજમ સંજનબેનને ગંભીર ઇજાઓ થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવને પગલે ઝઘડિયા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો