તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કંપનીમાં વેલ્ડિંગ કરતી વેળાં બ્લાસ્ટ થતાં 4 કર્મી દાઝ્યાં

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દહેજ સેઝમાં આવેલી મેઘમણી પિગ્મેન્ટ કંપનીમાં કેટલાંક કર્મચારીઓ વેલ્ડિંગ કરવાની કામગીરી કરી રહ્યાં હતાં. તે વેળાં કોઇ કારણસર અચાનક ધડાકા સાથે ભડકો થતાં 4 કામદારો ગંભીર રીતે દાઝી ગયાં હતાં. કંપની સત્તાધિશોએ ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે અંક્લેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જોકે તે પૈકીના ત્રણ જણાની હાલત વધુ ગંભીર હોઇ તેમને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાની વિગતો પ્રાથમિક તબક્કે બહાર આવી હતી. જોકે આ લખાય છે ત્યાં સુધી બનાવ સંદર્ભે પોલીસ તંત્ર પાસેથી કોઇ ચોક્કસ વિગતો સાંપડી ન હતી.

દહેજ સેઝમાં આવેલી મેઘમણી પિગ્મેન્ટ કંપનીમાં ફરજ બજાવતાં કર્મચારીઓ વેલ્ડિંગનું કામ કરી રહ્યાં હતાં. દરમિયાન કોઇ કારણસર ક્ષતિ સર્જાતાં ગેસમાં ધડાકા સાથે ભડકો થતાં ત્યાં કામ કરી રહેલાં ચાર કામદારો અજીમ અબ્બાસ મન્સુરી, જુનેદ મુનરી શેખ, મોન્ટુ તેમજ સુઘમ નામના ચાર કામદારી ગંભીર રીતે આગની ચપેટમાં આવી જતાં દાઝી ગયાં હતાં. ચારેય યુવાનોના શરીર પરની ચામડી આગથી બળી ગઇ હતી. સ્થળ પર ભડકા સાથે લાગેલી આગથી અાસપાસમાં કામ કરતાં અન્ય કર્મચારીઓમાં પણ દોડધામ મચી ગઇ હતી. જોકે બાદમાં તેમણે દોડી આવી ચારેય ઇજાગ્રસ્તોને સારવાર માટે અંક્લેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જે પૈકીના ત્રણની હાલત વધુ ગંભીર જણાતાં તેમને વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની જાણ થતાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો