તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘર આંગણે લઘુશંકા કરનારને ટોકતાં પિતા-પુત્ર પર 3નો હુમલો

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઝઘડિયાના વાઘપુરા ગામે રહેતાં નિવૃત્ત શિક્ષક તેના આંગણામાં બેઠો હતો. તે વેળાં ગામનો યુવાન તેમના ઘરના આંગણામાં આવેલાં વૃક્ષ નીચે લઘુશંકા કરતો હોઇ તેમણે તેને ટોક્યો હતો. જેના પગલે યુવાને તેના બે સાગરિતો સાથે મળી નિવૃત્ત શિક્ષક તેમજ તેમના પુત્રને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. આસપાસના લોકો દોડી આવતાં ત્રણેય હૂમલાખોરો ત્યાંથી નાસી છુટ્યાં હતાં. બનાવ સંદર્ભે ઉમલ્લા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામે ખડકીફળિયામાં રહેતાં નિવૃત્ત શિક્ષક સ્ટિવન છોટાલાલ રજવાડી તેમના ઘરની બહાર રાત્રીના સમયે બેઠાં હતાં. તે વેળાં ગમમાં જ રહેતો દિલીપ તલસી વસાવા તેના બે મિત્રો સાથે ત્યાં આવી તેમના આંગણામાં આવેાલં લીમડાના વૃક્ષ પાસે લઘુશંકા કરતો હોઇ તેમણે તેને ટોકી આંગણામાં સ્ત્રીઓ પણ બેસતી હોઇ તેને રોક્યો હતો. જેના પગલે દિલીપે આવેશમાં આવી જઇ તેના બે મિત્રો સાથે તેમની સાથે ઝઘડો કરી તેમના પર હૂમલો કર્યો હતો. દરમિયાન તેમનો ...અનુસંધાન પાના નં.2

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો