તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાપડીના ભાવતાલ મુદ્દે ગામના 3 શખ્સોનો હુમલો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના નવા તવરા ગામે પાપડી વેચવા આવેલા લારીવાળા સાથે ભાવ તાલ કરતાં યુવાન પર પાપડી વાળાનું ઉપરાણું લઇને આવેલા ત્રણ ઈસમોએ તકરાર કરી હુમલો કરીને માર માર્યો હતો. તકરારમાં ઈજાગ્રસ્ત થયેલા યુવાનને તાત્કાલીક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. બનાવ મામલે સી ડિવિઝન પોલીસે જવાબ લઈને ગુનો નોંધવાની કવાયત હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ નવા તવરા ગામમાં આવેલા ક્વાર્ટર ફળીયામાં અનિમેષ ઈશ્વરભાઈ પટેલ નામનો યુવાન પોતાના પરિવાર સાથે રહે છે. શનિવારે તે પોતાના ઘરે હતો તે સમયે ફળિયામાં પાપડી વેચવાવાળો આવ્યો હતો. તે ભાવમાં બે ભાવ કરતો હોવાથી અનિમેષે તું આવું કેમ કરે છે કહ્યું હતું. તેનું ઉપરાણું લઈને તેના ફળિયામાં રહેતા દિપક મનોર પટેલ, હાર્દિક દિપક પટેલ અને અંકુર મનોર પટેલ નામના યુવાનોએ તેની સાથે તકરાર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો