તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં યુવાન પર નાણાં બાબતે 3નો હુમલો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં શનિવારે રાત્રીના એક યુવાન પર રૂપિયાની બાબતે ત્રણ લોકોએ હુમલો કરીને માર માર્યો હતો. ઈજાગ્રસ્ત યુવાનને શરીરે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેને રવિવાર સવારે સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો હતો.બનાવ મામલે યુવાને સી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી છે.

બનાવની મળતી માહિતી મુજબ શહેરના રચનાનગર વિસ્તારમાં એક યુવાન નામે આનંદયશ રંજન સીંગ પોતાના પરિવાર સાથે રહે છે. નર્મદા કોલેજમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો આનંદયશ પાર્ટ ટાઈમ અંકલેશ્વરમાં નોકરી કરે છે. તેણે તેના કોઈ મિત્રને વ્યાજે રૂપિયા અપાવ્યા હતા તે રૂપિયા લેવાની તારીખ હોવાથી તેણે તેના મિત્રને રૂપિયા મોકલી આપવા જણાવ્યું હતું. પરંતુ તેના મિત્રએ રૂપિયા સીધા વ્યાજવાળા ભાઈને આપી દેતા તે બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ શનિવારે રાત્રીના 11 વાગ્યાંના સુમારે તે તેના ઘરની બહાર રોડ પર તેના મિત્રો સાથે બેઠો હતો. તે દરમિયાન સીફ્ટ ગાડી લઈને આવેલા દેવેન્દ્ર વસાવા અને બીજા 2 લોકોએ મળીને આનંદયશ સાથે ઝઘડો કરીને લાકડા અને પટ્ટા વડે હુમલો કર્યો હતો. અને જો પોલીસમાં ફરિયાદ કરશે તો તલવારથી મારવાની ધમકી પણ આપી હતી. હુમલામાં તેને માથામાં અને પીઠના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે લવાયો હતો.બનાવ મામલે યુવાને સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની કવાયત હાથ ધરી છે.

ભરૂચમાં રૂપિયા બાબતે થયેલા હુમલામાં યુવાનને થયેલી ઈજા નજરે પડે છ

અન્ય સમાચારો પણ છે...