તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચ લોકસભા બેઠક પર સ્ત્રી મતદાનમાં 22.37 %નો વધારો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ લોકસભાની ચૂંટણીમાં મતદાનની બાબતમાં મહિલાઓ કરતાં પુરૂષો અગ્રેસર રહયાં છે. 2004, 2009 અને 2014ની ચૂંટણીમાં પુરૂષ મતદાનની સરેરાશ ટકાવારી 65.41 ટકા જયારે મહિલા મતદાનની ટકાવારી 58.79 ટકા રહી છે. છેલ્લી ત્રણ ચૂંટણીમાં મહિલા મતદાનની ટકાવારીમાં ક્રમશ: વધારો થઇ રહ્યો છે.

ભરૂચ લોકસભા બેઠકની 2004માં થયેલી ચૂંટણીમાં 59.64 ટકા ...અનુસંધાન પાના નં.2

ઘરના કામકાજમાં વ્યસ્ત મહિલાઓ મતદાન માટે નિરસ
ભરૂચ શહેર તથા જિલ્લામાં કોઇ પણ ચૂંટણીના સમયે સવારથી બપોર સુધીના સમયમાં મતદાન માટે મહિલાઓની કતાર જોવા મળે છે. મતદાન કર્યા બાદ મહિલાઓ તેમના રોજીંદા કાર્યમાં વ્યસ્ત બની જાય છે. મહિલાઓનો એક વર્ગ એવો પણ છે કે જે, દૈનિક કાર્યો પત્યા બાદ મત આપવા જવાનો આગ્રહ રાખે છે. કામમાંથી સમય ન મળે તો આવી મહિલાઓ મતદાન કરવા જતી નથી તેના કારણે સ્ત્રી મતદાનની ટકાવારી ઓછી રહેતી હોવાનો અંદાજ છે.

લોકસભાની છેલ્લી 3 ચૂંટણીમાં નોંધાયેલા મતદારો
વર્ષ પુરૂષ સ્ત્રી કુલ

2004 6,35,322 6,04,348 12,39,670

2009 6,75,259 3,36,280 13,11,539

2014 7,34,692 6,82,580 14,17,548

લોકસભાની છેલ્લી 3 ચૂંટણીમાં થયેલું મતદાન
વર્ષ પુરૂષ સ્ત્રી કુલ

2004 3,78,928 3,01,591 6,80,519

2009 4,05,399 3,44,019 7,49,417

2014 5,62,549 4,93,760 10,61,060

લોકસભાની છેલ્લી 3 ચૂંટણીમાં મતદાનની ટકાવારી
વર્ષ પુરૂષ સ્ત્રી કુલ

2004 59.64 49.97 54.90

2009 60.04 54.07 57.14

2014 76.57 72.34 74.85

અન્ય સમાચારો પણ છે...