તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્લોનિક કાર્ડથી LRD જવાનના ખાતામાંથી 20 હજારની ઉચાપત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરજ બજાવતાં એલઆરડી જવાન તેની નોકરીએ હતો. તે વેળાં તેના એકાઉન્ટમાંથી તબક્કાવાર રીતે કુલ 20 હજાર રૂપિયા ઉપાડાયાના મેસેજ આવતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. તેમણે એટીએમ થકી કોઇ ટ્રાન્ઝેક્શન ન કરવા છતાં રૂપિયા કપાયા હોવાનું માલુમ પડ્યું હતું. દરમિયાન કોઇ ગઠિયાએ તેમનાં એટીએમ કાર્ડનું ક્લોનિંગ કાર્ડ બનાવી ઠગાઇ કર્યાંની આશંકા વચ્ચે તેમણે પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ...અનુસંધાન પાના નં.2

પોલીસ સુત્રોમાંથી માહિતી અનુસાર, ભરૂચ તાલુકામાં આવેલાં સિંધોત ગામે મંદિર ફળિયામાં રહેતાં હેતલકુમાર વસાવા ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં લોકરક્ષક તરીકે ફરજ બજાવે છે. તેઓ તેમની નોકરી પર હતાં તે વેળાં તેમના મોબાઇલ પર એક બાદ એક એમ બે મેસેજ આવ્યાં હતાં. જેમાં તબક્કાવાર રીતે કુલ 20 હજાર રૂપિયાનો ઉપાડ થયો હોવાનું જણાવાયું હતું. હેતલકુમારે તેમના એટીએમથી કોઇ રૂપિયા ઉપાડ્યાં ન હોવા છતાં રૂપિયા અંગેનો મેસેજ આવતાં તેમણે તપાસ હાથ ધરી હતી. તેમણે કોઇને એટીએમ કાર્ડ કે પછી તેનો પીન નંબર કે પાસવર્ડ સહિતની વિગતો આપી ન હોવા છતાં ગઠિયાએ તેમના એકાઉન્ટમાંથી રૂપિયા કેવી રીતે ઉપાડ્યાં તે અંગે પ્રશ્ન સર્જાયો હતો. જોકે બાદમાં તેમને શંકા ગઇ હતી કે, ગઠિયાઓએ કોઇ રીતે તેમના કાર્ડનું ક્લોનિંગ કાર્ડ બનાવી કરજણ વિસ્તારના એસબીઆઇના એટીએમથી રૂપિયા ઉપડ્યાં હોઇ શકે. જેના પગલે તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...