તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેમ્પોમાં 14 વાછરડાંને કતલ માટે લઇ જવાતાં બચાવાયાં

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચમાં કતલ કરવાના ઇરાદે લઇ જવાતાં 14 પશુઅો ભરેલાં પિકઅપ ટેમ્પોને બી ડિવિઝન પોલીસે ફાટાતળાવ પાસેથી ઝડપી પાડ્યાં હતાં. પ્રાથમિક પુછરછમાં ડુંગરી વિસ્તારના શખ્સે પશુઅો મંગાવ્યા હોવાનો ખુલાસો થતાં પોલીસે ટેમ્પોમાં સવાર શખ્સ સહિત કુલ 4 શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. વાછરડાઅોને ભરૂચ પાંજરાપોળમાં મોકલી અાપી પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, ભઠિયારવાડ ખાતે રહેતો સોયેબ કુરેશીઅે ટેમ્પોમાં કટીંગ કરવાના ઇરાદે ગાયો લઇ જવાનો છે. જેના અાધારે પોલીસે ફાટા તળાવ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. દરમિયાન અેક પિકઅપ ટેમ્પો અાવતાં તેની અટકાયત કરી તપાસ કરતાં તેમાં કુલ 14 વાછરડાં તેમજ વાછરડી ગીચોગીચ અને કૃરતાપુર્વક ભરેલાં જણાયાં હતાં. તેમણે ચાલકનું નામ પુછતાં પોતાનું નામ સમીર શબ્બીર તાઇ ડભોઇયા ( રહે. હુરપાર્ક સોસાયટી, ડુંગરી ) હોવાનું કબુલ્યું હતું. પ્રાથમિક પુછપરછમાં તેણે જણાવ્યું હતું કે, ભઠિયારવાડ વિસ્તરમાં રહેતાં સોયેબ કુરેશીઅે તેને ફોન કરી અંક્લેશ્વરના પિરામણ ગામે બ્રીજ પાસેથી વાછરડા લાવવાનું જણાવ્યું હતું. તે ટેમ્પો લઇને સ્થળ પર પહોંચતાં બે જણાઅે તેના ટેમ્પોમાં વાછરડાં ભરતાં તે લઇને ભઠિયારવાડ જઇ રહ્યો હતો. પોલીસે ઘટનાને પગલે સમીર શબ્બીર તાઇ, સોયેબ કુરેશ તેમજ બે અજાણ્યા શખ્સો મળી 4 જણા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો