તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વરમાં 108ની ટીમે રોકડ-સોનાના દાગીના પરત કર્યા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરની ખરોડ લોકેશનની 108 એમ્બ્યુલન્સના પાયલોટ અને ઈએમટી દ્વારા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્તના રોકડ રકમ અને સોનાની વસ્તુઓ તેના સંબંધીને આપીને માનવતા મહેકાવી પ્રમાણિકતાનું ઉદાહરણ પાડયું છે.

ભરૂચ અને સમગ્ર રાજ્યમાં ઇમરજન્સી સેવામાં 108 એમ્બ્યુલન્સ હંમેશા આગળ રહે છે. ત્યારે અંકલેશ્વરની ખરોડ લોકેશનની 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા પાઇલોટ કલ્પેશ બારીયા અને ઈએમટી મહેશજી ઠાકોર 23 મીએ પોતાના લોકેશન પર હાજર હતા.તે દરમિયાન નેશનલ હાઇવે પર ચાચા હોટલ પાસે ટ્રક ચાલકે બાઈક સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ રવિ મિશ્રાને 108 દ્વારા સ્થળ પર પહોંચીને તાત્કાલિક સારવાર આપીને જ્યાબેન મોદીમાં વધુ સારવાર અર્થે દાખલ કર્યા હતા.

જયારે ગંભીર રીતે ઘાયલ રવિ પાસેના રોકડા રૂપિયા અને સોનાની ચેન, વીંટી મળીને અંદાજીત રૂપિયા એક લાખનો મુદ્દામાલ તેમના પરિવારના સભ્યને પરત આપતા 108 કર્મીઓએ સમાજમાં માનવતા મહેકાવી દીધી છે.

પંચ તંત્ર
ભરૂચના 108 એમ્બ્યુલન્સના કર્મીઓએ રોકડા રૂપિયા અને સોના સહિતનો 1 લાખનો મુદામાલ તેના સંબંધીને પરત આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો