Home » Daxin Gujarat » Latest News » Bharuch » Video viral of 124 Student seat in ST bus in tankaria village near bharuch

ભરૂચઃ ST બસમાં 124 સ્ટુડન્ટની જોખમી મુસાફરી, વીડિયો વાયરલ

Divyabhaskar.com | Updated - Jun 26, 2018, 07:07 PM

60 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસમાં 124 સ્ટુડન્ટ કરે છે મુસાફરી

  • ST બસમાં 124 સ્ટુડન્ટની જોખમી મુસાફરી, વીડિયો વાયરલ

    ભરૂચઃ ભરૂચ એસ.ટી વિભાગની બસમાં 124 સ્ટુડન્ટ બેસાડવામાં આવ્યો હોવાનો વીડિયો શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. સ્ટુડન્ટ્સની જોખમી મુસાફરી વીડિયો વાયરલ થતાં ભરૂચ ST વિભાગમાં દોડધામ મચી જવા પામી છે.

    ST બસમાં 124 સ્ટુડન્ટની જોખમી મુસાફરી, વીડિયો વાયરલ

    ભરૂચથી ટંકારીયા વચ્ચે દોડતી એસ.ટી બસમાં સ્કૂલે જતાં સ્ટુડન્ટ્સ રોજ અપડાઉન કરે છે. આ રૂટ પર સ્ટુડન્ટ્સ માટે પુરતી બસો દોડાવવામાં ન આવતી નથી. જેથી 60 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસમાં 124 સ્ટુડન્ટ બેસાડવામાં આવે છે. જેને કારણે સ્ટુડન્ટ્સ મોત ભય હેઠળ બસમાં જોખમી મુસાફરી કરી રહ્યા છે. જેનો વીડિયો શોશ્યલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે.

    ભરૂચથી ટંકારીયા વચ્ચે રોજના 240થી વધુ સ્ટુડન્ટ અપડાઉન કરે છે. ત્યારે આ રૂટ પર વધુ બસો દોડાવવામાં આવે તેવી માંગ કેટલાક જાગૃત નાગરિકો ઘણા સમયથી ઉઠી રહી હતી. પરંતુ તેમની માંગને એસ.ટી. વિભાગે ધ્યાને ન લેવાતા આખરે લોકોએ જ બસમાં સ્ટુડન્ટ્સ સહિત 120થી વધુ મુસાફરોનો વીડિયો ઉતારીને વાયરલ કર્યો હતો.

    આગળી સ્લાઇડમાં વાંચો...પુરતી સંખ્યામાં બસોની ફાળવણી થાય તેવી માંગ....

  • Video viral of 124 Student seat in ST bus in tankaria village near bharuch
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    60 મુસાફરોની ક્ષમતા ધરાવતી બસમાં 124 સ્ટુડન્ટ કરે છે મુસાફરી

    એસ.ટી બસમાં 120થી વધુ સ્ટુડન્ટ અને મુસાફરો અપડાઉન કરતા હોય ત્યારે કોઇ મોટી જાનહાની થાય તે પહેલા પુરતી સંખ્યામાં બસોની ફાળવણી થાય તેવી માંગ ઉઠી રહી છે. 

     

  • Video viral of 124 Student seat in ST bus in tankaria village near bharuch
    ભરૂચથી ટંકારીયા વચ્ચે રોજના 240થી વધુ સ્ટુડન્ટ અપડાઉન કરે છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ