દુર્ઘટના / અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી કંપનીમાં 5 કામદારને ઝેરી ગેસની અસર, 2ના મોત

DivyaBhaskar.com | Updated - Jan 10, 2019, 01:13 PM
ગેસની અસરથી મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ
ગેસની અસરથી મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ
X
ગેસની અસરથી મોતને ભેટેલા યુવાનનો મૃતદેહગેસની અસરથી મોતને ભેટેલા યુવાનનો મૃતદેહ

  • રિએક્ટર સફાઇ કરતી વખતે કામદારોને ઝેરી ગેસની અસર થઇ  

 

અંકલેશ્વરઃ અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ટેક્નો ડ્રગ્સ ઇન્ટર મીડિયેટ કંપનીમાં ઝેરી ગેસની અસરથી આજે 5 કામદારોને અસર થઇ હતી. જેમાં 2 કામદારના મોત નીપજ્યા છે. અંકલેશ્વર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણ કામદારને ગેસની અસર થતાં સારવાર હેઠળ
1.કંપનીમાં કામગીરી કરી રહેલા 5 કામદારોને ઝેરી ગેસની અસર થતાં વિજય અને અનિલ નામના બે કામદારોના સ્થળ પર જ મોત નીપજ્યા હતાં. જ્યારે ત્રણ કામદારને ગંભીર હાલતમાં
અંકલેશ્વરની જયાબેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને આઇસીયુમાં રાખવામાં આવ્યા છે. 
 
કંપની ડ્રગ્સ અને ફાઇન કેમિકલનું ઉત્પાદન કરે છે
2.અંકલેશ્વરની પાનોલી જીઆઇડીસીમાં આવેલી ટેક્નો ડ્રગ્સ ઇન્ટર મીડિયેટ કંપની ડ્રગ્સ અને ફાઇન કેમિકલનું ઉત્પાદન કરે છે.
 
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App