તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • તમારી ફી આવી નથી એટલે તમારે સ્કૂલમાં આવવાનું નથી કહી છાત્રોને બહાર કાઢી મુક્યાં | The Students Who Did Not Pay The Fee In B

તમારી ફી આવી નથી એટલે તમારે સ્કૂલમાં આવવાનું નથી કહી છાત્રોને બહાર કાઢી મુક્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: ભરૂચના નંદેલાવ ફલાયઓવર નજીક આવેલી ફેઇથ કેલવરી સ્કુલમાં ફી નહિ ભરનારા 200થી વધારે છાત્રોને શાળામાંથી કાઢી મુકવામાં આવ્યા હતાં. એટલુ જ નહિં જો તમારા વાલીઓ ફી નહિં ભરે તો એલસી પકડાવી દઇશુનું પણ શિક્ષકો દ્વારા  ધમકી આપી હોવાની વાલીઓએ ડીએસપીને લેખીતમાં રજૂઆત કરી હતી. ઘટનાની  વહેલી સવારે ખબર પડતાં જ દોડી આવેલા વાલીઓ રજૂઆત કરવા જતાં શિક્ષકો અને સ્ટાફે તેઓને અટકાવીને ઉધ્ધતાઇથી વર્તન કર્યુ હોવાનો પણ વાલીઓએ આક્ષેપ કર્યો હતો. 

 

ભરૂચની ફેઇથ કેલવરી સ્કૂલમાં ફીની પઠાણી ઉઘરાણી

  
સમગ્ર રાજયમાં શાળાઓમાં ફી વધારા બાબતે વાલીઓ તથા શાળા સંચાલકો વચ્ચે ઘર્ષણ ચાલી રહયું હોવા છતાં સરકાર મુક પ્રેક્ષક બની તમાશો જોઇ રહી હોય તેમ લાગી રહયું છે. નવા શૈક્ષણિક સત્રને એક મહિનો પણ પુરો થયો નથી તેવામાં શાળાઓએ ફીની પઠાણી ઉઘરાણી શરૂ કરી દેતાં વાલીઓની દોડધામ વધી છે. આવા સંજોગોમાં ભરૂચની ફેઇથ કેલવરી સ્કુલના સંચાલકોએ ગુરૂવારે ફી નહિ ભરનારા 200થી વધારે છાત્રોને શાળાની બહાર કાઢી મુકતા વિવાદ થયો હતો. વિદ્યાર્થીઓએ ઘટનાની જાણ કરતાં તેમના વાલીઓ શાળા ખાતે દોડી આવ્યાં હતાં પણ તેઓ જયારે શાળામાં રજૂઆત કરવા ગયાં ત્યારે શિક્ષકો તથા સ્ટાફે ઉધ્ધતાઇથી વર્તન કરતાં મામલો બિચકયો હતો. શાળા સંચાલકોના વલણ સામે વાલીઓએ રોષ ઠાલવ્યો હતો.   

 

શાળાના શિક્ષકો અને સ્ટાફે ઉદ્ધતાઇથી વર્તન કર્યું હોવાની ડીએસપીને રજૂઆત


વાલીઓએ ઘટના અંગે ડીએસપીને લેખીત રજૂઆત કરી હતી કે, શાળાના આચાર્ય દ્વારા અમારા બાળકોને વર્ગ ખંડમાંથી મેદાનમાં બહાર કાઢી મુકયા હતાં. અને બાળકોને જણાવેલ કે, તમારી સ્કૂલ ફી આવી નથી, જેથી તમારે સ્કૂલ્માં આવવાનું નથી. જો  તમારા વાલીઓ પૈસા નહીં ભરે તો તમારી બધાની એલસી કાઢી આપવામાં વશે. રજૂઆતમાં તેઓએ વધુમાં જણાવ્યુ હતુ કે, સ્કુલના ટ્રસ્ટી અમારો પગાર આપતા નથી અને જો તમે ફી નહિં ભરો તો અમારો પગાર કેવી રીતે થશે  સ્કુલ પાસે પગારના પૈસા નથીનું જણાવી 200થી વધુ છાત્રોને શાળાની બહાર કાઢી મુક્યા હોવાની ડીએસપીને અને શિક્ષણાધિકારીને વાલીઓએ લેખીતમાં રજૂઆત કરી હતી.

 

વધુ માહિતી માટે આગળ વાંચો... મહિનો પુરો થયો નથી અને ફીની માંગણી કરે છે