અંકલેશ્વર: અંકલેશ્વરના હજાત ગામે રહેતી યુવતીએ જુની દીવી ગામે ખેતરમાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. એલઆઇસીમાં એજન્ટ તરીકે ફરજ બજાવતી યુવતીના લગ્ન ચાર વર્ષ પહેલાં થયા હતા. અને લગ્નના એક માસમાં છુટાછેડા થઇ જતાં હતાશામાં દિવસો પસાર કરી રહી હતી. આખરે તેણીએ એક ખેતરની ઝૂંપડીમાં જઈને ઝેરી દવા ગટગટાવી અંતિમ પગલું ભર્યું હોવાનું પોલીસે અનુમાન લગાવ્યું છે. યુવતીના મૃતદેહ પાસેથી મળેલી ડાયરીમાં તેણે લખ્યું હતું I Miss You મમ્મી-પપ્પા એન્ડ ફ્રેન્ડસ. પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
હજાતની યુવતી LICમાં એજન્ટ તરીકે કામ કરતી હતી
પોલીસ સુત્રીય માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના હજાત ગામ ખાતે રહેતી અંજની કુમારી રમેશભાઈ પટેલ ઉ.વ.આશરે 27 ઘરેથી એક્ટિવા લઈને નિત્ય ક્રમ મુજબ જીઆઇડીસી ખાતે આવેલી એલ.આઈ.સીની ઓફિસમાં જવા નીકળી હતી. રાત્રે અંજની પરત ઘરે નહિ આવતાં પરિવાર ચિંતિંત બની ગયો હતો. બાદમાં તેની શોધખોળ શરૂ કરી હતી. બીજી તરફ જુની દીવી ગામે એક ખેતરમાં યુવતીનો મૃતદેહ જોવા મળતાં લોકોએ પોલીસને જાણ કરી હતી.
વધુ માહિતી માટે આગળ વાંચો... જુની દિવી ગામે ખેતરમાં જઇને ઝેરી દવા પી લીધી...
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.