ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવી કોંગ્રેસે કર્યો ચક્કાજામ, સ્કૂલો કરાવી બંધ

કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ટાયરો સળગાવતા દોડધામ મચી ગઇ

DivyaBhaskar.com | Updated - Sep 10, 2018, 11:00 AM
ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવ
ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવ

ભરૂચઃ પેટ્રોલ-ડીઝલના ભાવવધારાને લઇને કોંગ્રેસે આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જને પગલે ભરૂચમાં કોગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ટાયરો સળગાવ્યા હતા. અને શાળાઓ અને પેટ્રોલ પંપ અને દુકાનો બંધ કરાવી હતી.


ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવી કોંગ્રેસે કર્યો ચક્કાજામ, સ્કૂલો,

ભરૂચના બાયપાસ રોડ અને શેરપુરા રોડ પર કોંગ્રેસના કાર્યકરોએ ચક્કાજામ કરીને ટાયરો સળગાવતા દોડધામ મચી ગઇ હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત કરી હતી. ભરૂચની કોન્વેન્ટ અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલને કોંગ્રેસ દ્વારા બંધ કરવવામાં આવી હતી. બીજી તરફ અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કૂલને બંધ કરાવવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસના 10થી વધુ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલ દહેજ અને જોલવા ખાતે કોંગ્રેસી કાર્યકરોએ પેટ્રોલ પંપ અને દુકાનો બંધ કરાવી હતી. તો અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ નજીક કોંગ્રેસના કાર્યકરોએ ટાયર સળગાવી દુકાનો બંધ કરાવી હતી.

X
ભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવભારત બંધઃ ભરૂચમાં ટાયરો સળગાવ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App