ભરૂચના સ્વામીનારાયણ મંદિરની જેમ વરસાદી પાણીનો સંગ્રહ કરો

સ્વામી અક્ષરનાથજી મહારાજે હજારો અનુયાયીઓને કહ્યું પાણે વેડફે તેને કહો ‘જળ શ્રી સ્વામીનારાયણ’

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:23 AM
Save the rain water like Bharuch Swaminarayan Temple

ભરૂચ: ભરૂચના નેશનલ હાઇવે પર આવેલાં સ્વામીનારાયણ મંદિરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બોર બનાવવામાં આવ્યો છે. આ બોરનો સાત મહિના સુધી મીઠા પાણીના સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે છે. સોસાયટીઓના રહીશો ભેગા મળી કોમન પ્લોટમાં આ પ્રકારનો બોર બનાવી વરસાદી પાણીનો સંગ્રહ કરે તો ભુર્ગભ જળની સ્થિતિમાં સુધારો આવશે તેમ મહંત સ્વામી અક્ષરનાથ સ્વામીએ અપીલ કરી છે. દિવ્યભાસ્કરના જળ શ્રી કૃષ્ણ અભિયાન અંતર્ગત તેમણે અનુયાયીઓને પાણીનો કરકસરથી ઉપયોગ કરવા તથા જે પાણી વેડફે તેને પ્રેમથી જળ શ્રી સ્વામીનારાયણ કહેવા અનુરોધ કર્યો છે.

પરિસરમાં ભૂગર્ભ જળનો સંગ્રહ કરી 7 મહિના સુધી મીઠુ પાણી મેળવાય છે


બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સંચાલિત ભરૂચના સ્વામીનારાયણ મંદિર ખાતે રવિવારે રાજયભરમાંથી આવેલા હજારો અનુયાયીઓની હાજરીમાં મહંત સ્વામી અક્ષરનાથજીએ દિવ્યભાસ્કરના જળશ્રી કૃષ્ણ અભિયાન અંતર્ગત પાણી વિશે મનનીય પ્રવચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, વર્ષો પહેલા પાણીની તંગી ન હતી અને આજે પીવાનું પાણી પણ વેચાતું લેવું પડી રહયું છે. સાંપ્રત સમયમાં પાણીની બચત દરેક નાગરિકની પ્રાથમિકતા બની છે.

નળમાંથી ટપકતું પાણી સામાન્ય લાગતું હોય છે પણ 24 કલાકમાં 10 લીટર પાણી વહી જતું હોય છે. પૃથ્વી પર 75 ટકા વિસ્તારમાં પાણી છે પણ તે દરિયાનું હોવાથી બિન ઉપયોગી છે આવા સંજોગોમાં મીઠા પાણીનું મુલ્ય સમજવું જોઇએ. પ્રમુખ સ્વામી મહારાજે કરકસરભર્યું જીવન જીવવાનો ઉપદેશ આપ્યો છે ત્યારે હવે આપણે બાપાનો આદેશ સમજીને પાણી પર કરકસરથી વાપરવું પડશે. સ્વામિનારાયણ મંદિરમાં વરસાદી પાણીના સંગ્રહ માટે બોર કરાયો છે તેવા બોર દરેક સોસાયટીના કોમન પ્લોટમાં તથા ખેતરોમાં બનાવવામાં આવશે તો ભુર્ગભ જળની સ્થિતી સુધરશે અને આપણને પીવાનું પાણી મળી રહેશેે. તેમણે જણાવ્યું હતું કે, તમારી આસપાસ કોઇ પાણીનો વેડફાટ કરતો જોવા મળેે તો તેને પ્રેમથી પાણીનું મહત્વ સમજાવીને જળ શ્રી સ્વામીનારાયણ કહેજો.

Save the rain water like Bharuch Swaminarayan Temple
X
Save the rain water like Bharuch Swaminarayan Temple
Save the rain water like Bharuch Swaminarayan Temple
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App