ભરૂચનો ચિરાગ બુઝાયો આફ્રિકામાં, પરિવાર ગરીબીના કારણે પુત્રનું મોઢુ પણ ન જોઈ શક્યો

માતા, પિતા, 3 ભાઇ, પત્ની, બે દીકરી અને 1 વર્ષના દીકરાનો આધાર છીનવાયો
માતા, પિતા, 3 ભાઇ, પત્ની, બે દીકરી અને 1 વર્ષના દીકરાનો આધાર છીનવાયો
1 વર્ષથી મોઝામ્બિકમાં સ્થાયી થયેલા શૌકતની લૂંટના ઇરાદે હત્યા- ફાઈલ તસવીર
1 વર્ષથી મોઝામ્બિકમાં સ્થાયી થયેલા શૌકતની લૂંટના ઇરાદે હત્યા- ફાઈલ તસવીર
સોકત મૌલાનાને જીવતો સળગાવ્યો
સોકત મૌલાનાને જીવતો સળગાવ્યો

DivyaBhaskar.com

Sep 07, 2018, 12:34 PM IST

વાલીયા: ભરૂચનાવાલીયાના સીલુડી ગામમાં રહેતો મામુજી પરીવાર ગરીબીના કારણે પુત્રનું અંતિમવાર મોઢું પણ જોઇ શકયો નથી. દક્ષિણ આફ્રિકાના મોઝામ્બિકમાં લૂંટના ઇરાદે નિગ્રોએ શોકત મામુજીને જીવતો સળગાવી હત્યા કરી નાંખી હતી. તેના મૃત્યુથી માતા-પિતા, પત્ની, ત્રણ સંતાનો અને ત્રણ ભાઇઓનો આધાર છીનવાઇ ગયો છે.

વાલીયાનો મામુજી પરિવાર ગરીબીના કારણે પુત્રનું મોઢું પણ ન જોઇ શક્યો
આફ્રિકાના મોઝામ્બીક શહેરના નાના ટાઉન બેરામાં એક મોલમાં નોકરી કરતાં સીલુડીના શૌકત મામુજીની નિગ્રો લુંટારૂઓએ હત્યા કરી નાંખી છે. ગરીબ પરિવારને મદદ કરવા માટે શૌકત એક વર્ષથી વિદેશમાં રહી નોકરી કરતો હતો. તેના પરિવારમાં પિતા આદમભાઈ, માતાફરીદાબેન, ભાઇઓમાં ઈશાક, અબ્બાસ અને સિકંદરનો સમાવેશ થાય છે. શૌકતની પત્ની સાબેરા, પુત્રીઓ આયેશા,અફીફા અને પુત્ર ઝકકરિયા છે. શૌકતના મોત બાદ આખા પરિવારના માથે આભ તુટી પડયું છે. ગરીબીના કારણે તેઓ મૃતદેહને ભારત પરત લાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી શૌકતનું મોઢુ પર અંતિમવાર જોઇ શકયા ન હતાં. વીડીયો કોલીંગથી તેમણે દફનવિધિ નિહાળી હતી. મહંમદ હુસેન ખલીલ બદાત સહિતના આગેવાનોએ આફ્રિકામાં વસતા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓની સલામતી માટે ભારત સરકાર પગલા ભરે તેવી માંગ કરી છે.


નાતાલ પહેલા લૂંટફાટ માઝા મુકે છે
આફ્રિકાના સ્થાનિક નિગ્રો ડિસેમ્બર મહિનો આવતા પહેલા મોજશોખ માટે ભારતીયોને લૂંટી તાબે ના થાય તો હત્યા કરી નાખે છે. હાલમાં અમારા ગામનો સોકત મૌલાનાને જીવતો સળગાવી દેવાની દુઃખદ ઘટના ઘટી છે. ભારત સરકારે યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ- યુસુફ અહમદ શાહ, સામાજિક કાર્યકર સિલુડી

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
માતા, પિતા, 3 ભાઇ, પત્ની, બે દીકરી અને 1 વર્ષના દીકરાનો આધાર છીનવાયોમાતા, પિતા, 3 ભાઇ, પત્ની, બે દીકરી અને 1 વર્ષના દીકરાનો આધાર છીનવાયો
1 વર્ષથી મોઝામ્બિકમાં સ્થાયી થયેલા શૌકતની લૂંટના ઇરાદે હત્યા- ફાઈલ તસવીર1 વર્ષથી મોઝામ્બિકમાં સ્થાયી થયેલા શૌકતની લૂંટના ઇરાદે હત્યા- ફાઈલ તસવીર
સોકત મૌલાનાને જીવતો સળગાવ્યોસોકત મૌલાનાને જીવતો સળગાવ્યો
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી