વેપારીની ફોર્ડ ફિગોનું ગઠીયાઓ બેંકથી જ પીછો કર્યો હોવાનું અનુમાન / અંકલેશ્વર: કારનો કાચ તોડીને 3 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી, ઘટના સીસીટીવીમાં કેદ

નવા બની રહેલા મકાન કામ જોવા આવેલ વેપારીની કારમાં કાકા ઈલાજ માટે ઉપાડેલા 3 લાખ રૂપિયા બેગમાં મુક્યા હતા

DivyaBhaskar.com | Updated - Nov 27, 2018, 04:38 PM
Robbery Of 3 LAcs Rupees In Ankleshwar, Event Covered In CCTV Footage

અંકલેશ્વર: અંકલેશ્વરની સિલિકોનવેલી સોસાયટીમાં કારનો કાચ તોડી 3 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી ગઠીયા ફરાર થઇ ગયા હતા. બની રહેલા મકાન સામેના મકાનમાં સીસીટીવી ફૂટેજમાં રૂપિયા ભરેલી બેગ લઇ જતા બે શખ્સો નજરે પડ્યા હતા. વેપારીની ફોર્ડ ફિગોનું ગઠીયાઓ બેંક થી જ પીછો કર્યો હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.


3 લાખ ભરેલી બેગ ઉપાડી ફરાર

અંકલેશ્વર જલધારા ચોકડી પાસે રહેતા અનંત રામોલિયાએ પોતાના કાકાને મુંબઈ જસલોક હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. તેમને પેસમેકર બેસાડવા માટે 3 લાખ રૂપિયાની જરૂર હતી. જેથી અંનતે ગઈકાલે કોટક મહિન્દ્રા બેંકમાંથી રૂ.3 લાખ ઉપાડીને પોતાની કારમાં મુક્યા હતા. ત્યાંથી ગાડી પોતાના સિલિકોનવેલી સોસાયટીમાં નવા બની રહેલા મકાનનું કામકાજ જોવા માટે ગયા હતા. આ દરમિયાન પલ્સર બાઈક પર આવેલા બે શખ્સોએ કારનો કાચ તોડીને અંદર 3 લાખથી ભરેલી બેગ ઉપાડી ફરાર થયા હતા.

X
Robbery Of 3 LAcs Rupees In Ankleshwar, Event Covered In CCTV Footage
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App