રાજપીપળા / રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા

DivyaBhaskar.com

Nov 18, 2018, 03:18 PM IST
મહંતને બેટ અને લાકડીના સપાટા માર્યા
મહંતને બેટ અને લાકડીના સપાટા માર્યા

વડોદરાઃ રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંતની હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યક્તિઓએ હુલ્લડ મચાવી હુમલો કરી દીધો હતો. જેથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહંતને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. પોલીસે 10 ઈસમો વિરુદ્ધ રાયોટીંગ અને હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.મહંતને બેટ અને લાકડીના સપાટા માર્યા

રામપુરા ધનેશ્વર મહાદેવ મંદિરના મહંત રામપ્યારેદાસ ત્યાગીની હત્યા કરવામાં આવી હતી. ખેતરમાં દબાણ કરવાની અદાવત રાખીને આઠથી દસ વ્યકિતઓએ બેટ અને લાકડી લઈ આવ્યા હતા. અને હુલ્લડ મચાવી હુમલો કર્યો હતો. બેટ અને લાકડીથી હુમલો થતા મહંત ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી 108 મારફતે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં સારવાર દરમિયાન મહંતનું મોત નીપજ્યું હતું. ગોપાલપુરા ગામના યશપાલસિંહ ગોહિલ સહિત અન્ય 10 ઈસમો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ આયોજિત કાવતરા સાથે રાયોટીંગ અને હત્યોનો ગુનો નોંધવામાં આવ્યો છે. અને પોલીસ વધુ તપાસ કરી રહી છે.
X
મહંતને બેટ અને લાકડીના સપાટા માર્યામહંતને બેટ અને લાકડીના સપાટા માર્યા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી