Home » Daxin Gujarat » Latest News » Bharuch » રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls

રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 02:26 AM

રોમિયોગીરી કરતા યુવાનોને નિર્ભયા સ્ક્વોડની ટીમે પાઠ ભણાવ્યાં જાહેર તથા એકાંતવાળા સ્થળોએ પેટ્રોલિંગથી લુખ્ખા તત્વોમાં ફફડ

  • રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: રાજપીપળામાં કિશોરીઓ તથા યુવતીઓની છેડતી અટકાવવા બનાવવામાં આવેલી નિર્ભયા સ્કવોડે એસ.ટી.ડેપો, સરકારી ઓવરા સહિતની જાહેર તથા એકાંતવાળી જગ્યાઓ પર ટીમે સર્ચ કરતા લુખ્ખા તત્વોમાં ફફડાટ જોવા મળી રહયો છે. યુવતીઓની મશ્કરી કરનારાઓને જાહેરમાં ઉઠબેસ કરાવવમાં આવી રહયાં હોવાથી યુવતીઓ હવે સલામતીની લાગણી અનુભવી રહી છે.


    નર્મદા જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ સ્કૂલ, કોલેજ, ડેપો જેવા જાહેર સ્થળે રોમિયોગીરી કરતા તત્વો ને સબક શીખવાડવા અને શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓની સલામતીને ધ્યાને રાખી નર્મદામાં એક ખાશ નિર્ભયા સ્કોડ બનાવી છે. જેમાં એક પી.એસ.આઈ.અને ચાર મહિલા કોન્સ્ટેબલો હથિયાર સાથે સજ્જ થઈ વાહનો માં સતત ફરતા રહી લુખ્ખા તત્વો સામે પગલાં ભરી રહી છે. આ ટીમની સભ્યો શાળા કોલેજની વિદ્યાર્થીઓની મશ્કરી કરતા યુવાનોને ઝડપી જાહેરમાં ઉઠબેસ કરાવી અને સબક શીખવાડી રહ્યા છે. એક યુવતીની મસ્કરી કરતા એક યુવાનને તો જાહેરમાં મહિલા કોન્સ્ટેબલે લાફો ઝીંકી સબક શીખવાડ્યો છે.


    રાજપીપલા એસ.ટી.ડેપો અને ડેપો પાછળ આવેલા સરકારી ઓવારા તરફ ની એકાંત જગ્યાઓ પર પેટ્રોલિંગ કરી રહી છે.જિલ્લા પોલીસ વડા મહેન્દ્ર બગડિયાએ જણાવ્યું હતું કે નિર્ભયા સ્કોર્ડ શરૂ કરતાજ જેમની કામગીરી ખુબ પ્રસંસનીય છે.ખાસ કરીને શાળા કોલેજ જતી દીકરીઓની સુરક્ષામાં વધારો થયો છે

    વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

  • રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls
    +3બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
  • રાજપીપલામાં યુવતીઓની મશ્કરી કરતા નબીરાઓને જાહેરમાં ઉઠબેસ કરાવી | Rajpipla publicly punished the gangsters by punishing the girls
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ