Home » Daxin Gujarat » Latest News » Narmada » Rajpipala Women's Doctor Award for Free Service of more than 2500 pregnant women

રાજપીપળાની મહિલા તબીબને 2500થી વધુ સગર્ભાઓની મફત સેવા બદલ એવોર્ડ

Divyabhaskar.com | Updated - Jul 05, 2018, 12:51 PM

કેન્દ્ર સરકારે સુરક્ષિત માતૃત્વ અભિયાન અંતર્ગત બે એવોર્ડ એનાયત કર્યા

  • Rajpipala Women's Doctor Award for Free Service of more than 2500 pregnant women

    રાજપીપળા: આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં નર્મદા જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓનો અભાવ જોવા મળી રહયો છે ત્યારે સ્થાનિક મહિલા તબીબે બે વર્ષમાં 2,500થી વધારે સગર્ભા મહિલાઓની વિના મુલ્યે સારવાર કરી સમાજમાં દાખલો બેસાડયો છે. નર્મદા જિલ્લો પછાત જિલ્લો હોવાથી તબીબો રાજપીપલા સિવિલમાં ફરજ બજાવવા તૈયાર થતાં નથી. વર્ષોથી રાજપીપલા સિવિલ તબીબોના અભાવે ગબડતી રહી છે. નર્મદામાં સિકલસેલ એનિમિયાની બિમારીનું પ્રમાણ વધારે હોવાથી મહિલાઓમાં સગર્ભા સમયે જીવનું જોખમ ખુબ રહેલું હોય છે.

    આજીવન તેઓ આ કાર્ય કરતા રહેશે

    સ્થાનિક તબીબ ડૉ. દર્શના દેશમુખ છેલ્લા 2 વર્ષથીગરીબ આદિવાસી સગર્ભા મહિલા ઓને ફ્રી ચેકપ કેમ્પ અને સારવાર આપી રહયાં છે. તેઓ આ સેવાકાર્યમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે આવતા રાજ્યમાંથી તેમને પ્રધાન મંત્રી સુરક્ષિત માત્રત્વ અભિયાન ના 2 એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે,નર્મદા જીલ્લામાં સિકલસેલ એનિમિયાના દર્દી મહિલાઓ વધુ છે જેમા મહિનાની દર 9 તારીખે એક પણ મહિનો ખંડિત કર્યા વગર દેશના કોઇ પણ ખુણામા હોય ચોક્કસ પોતાના કિલિન પર આવી સગર્ભા મહિલાઓને તપાસતા જરુરી દવાઓ આપી છે અને આજીવન તેઓ આ કાર્ય કરતા રહેશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ