બાળ મજૂરી / સારંગપુર પ્રાથમિક શાળામાં છાત્રોનો સફાઈ કરતો વીડિયો વાઈરલ

DivyaBhaskar.com | Updated - Dec 27, 2018, 04:22 PM
સાંરગપુર પ્રા.શાળાના બાળકો હાથમાં ઝાડું લઈને કેમ્પસ સાફ કરી રહ્યાં હતા
સાંરગપુર પ્રા.શાળાના બાળકો હાથમાં ઝાડું લઈને કેમ્પસ સાફ કરી રહ્યાં હતા

  • બુનિયાદી શિક્ષણ ભાગ રૂપે તેમજ બાળ સંસદમાં જાગૃતિ ફેલાવવા બાળકોએ સફાઈ કરી: આચાર્ય 
  • સફાઈ કરતા વિદ્યાર્થીઓ અને વિકલાંગ બાળકોના ટોયલેટ બ્લોકમાં ગુટખાની પડીકીઓ નજરે પડે છે
  • સમગ્ર મામલે ગ્રામ પંચાયતમાં ફરિયાદ બાદ તપાસ શરૂ

અંકલેશ્વર: સાંરગપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો સફાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ વીડિયોમાં બાળકો શાળાના આંગણમાં સફાઈ કરતા દેખાઈ રહ્યાં છે. શાળામાં ટોયલેટ બ્લોક ગુટખાના પાઉચ અને ગંદકી જોવા મળી હતી. આ ઉપરાંત પાણીની પરબ પણ બંધ હતી.

શું કહ્યું શાળાના આચાર્યે ?

શાળાના આચાર્ય કનૈયા પટેલે કહ્યું હતું કે બુનિયાદી શિક્ષણના ભાગરૂપે બાળકો બાળ સંસદમાં સફાઈ જાગૃતિ ફેલાવવા સફાઈ કરી રહ્યાં છે. મધ્યાહન ભોજન બાદ પણ બાળકો ફેલાયેલી ગંદકીને સાફ કરે છે. ચાર દિવસની રજા દરમિયાન અસામાજિક તત્વોએ ટોયલેટ બ્લોક તોડી દીધુ હતું અને ગંદકી ફેલાવી હતી.

(તસવીરો- હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો....

X
સાંરગપુર પ્રા.શાળાના બાળકો હાથમાં ઝાડું લઈને કેમ્પસ સાફ કરી રહ્યાં હતાસાંરગપુર પ્રા.શાળાના બાળકો હાથમાં ઝાડું લઈને કેમ્પસ સાફ કરી રહ્યાં હતા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App