નર્મદાઃ દેડિયાપાડા પોલીસનો ખાખી વર્ધીનો રોફ, PSIએ પટ્ટાથી લોકોને ફટકાર્યા

તાલુકા પોલીસ મથકમાં લાવીને લોકોને પટ્ટાના કોરડા ફટકારતો પીએસઆઈનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

DivyaBhaskar.com | Updated - Apr 07, 2018, 02:12 PM
બેરહેમી પૂર્વક પટ્ટો લઈને તૂટી પડેલા પીએસઆઈ
બેરહેમી પૂર્વક પટ્ટો લઈને તૂટી પડેલા પીએસઆઈ

નર્મદાઃ દેડિયાપાડા પોલીસનો ખાખી વર્ધીનો રોફ, PSIએ પટ્ટાથી લોકોને ફટકાર્યા.નર્મદાઃ દેડિયાપાડા પોલીસનો ખાખી વર્ધીનો રોફ, PSIએ પટ્ટાથી લોકોને ફટકાર્યા.નર્મદાઃ દેડિયાપાડા પોલીસનો ખાખી વર્ધીનો રોફ, PSIએ પટ્ટાથી લોકોને ફટકાર્યા.

દેડિયાપાડાઃ દેડિયાપાડા પોલીસ દ્વારા પારસી ટેકરા વિસ્તારનાં કેટલાંક શખ્સોને પોલીસ મથકે લાવી કમર પટ્ટાથી જાહેરમાં કોરડા ફટકારતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. પોલીસ મથકમાં ખાખી વર્ધીનો રોફ જમાવતા સ્થાનિક પીએસઆઈ રસ્તા ઉપર ચાલતાં લોકો સાથે પણ ઉદ્ધતાઈથી વર્તન કરતાં હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ તો આ વીડિયોએ નર્મદા જિલ્લા પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.

દેડિયાપાડા તાલુકો સંપૂર્ણ આદિજાતી તાલુકો છે. અહીં આવતા પોલીસ મથકમાં પીઆઈની જગ્યા હોય છે. પરંતુ તે કેટલાંક સમયથી ખાલી પડી છે. જેથી પીએસઆઈના ભરોસે આખા તાલુકાની પોલીસ જવાબદારી નિભાવી રહી છે. એવામાં સ્થાનિક પોલીસ ખાખી વર્ધીનો રોફ જમાવતી હોવાની વિગતો સામે આવી છે.

વધુ વિગતો વાંચો આગળની સ્લાઈડ્સમાં...

પીએસ આઈ પટ્ટાથી મારતા રહ્યા નો લોકો જોતા રહ્યા
પીએસ આઈ પટ્ટાથી મારતા રહ્યા નો લોકો જોતા રહ્યા

રાત્રિનાં સમયે પારસી ટેકરા ખાતે આંકડાનો જૂગાર લખાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના પગલે સ્થળ ઉપર જઈને તપાસ કરતાં કેટલાંક લોકો દુકાનની આગળ બેઠા હતાં. તેમની કોઈપણ પ્રકારની પૂછપરછ કર્યા વિના પોલીસ તેમને ઉઠાવી ગઈ હતી. બાદમાં પોલીસ મથકે લઈ જઈને પોલીસ અધિકારી દ્વારા તેમની વર્ધીનો કમર પટ્ટો કાઢી શખ્સોને કોરડા ફટકાર્યા હતા. દરમિયાન નજીકમાં રહેલાં કેટલાંક લોકોએ મોબાઈલમાં આ વીડિયો રેકોર્ડ કરતાં હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થયો. ત્યારે આ વીડિયોએ પોલીસ પ્રજાની રક્ષક છે કે ભક્ષક તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. 

દેડિયાપાડા પોલીસની જોહુકમીનો વીડિયો વાયરલ થયો
દેડિયાપાડા પોલીસની જોહુકમીનો વીડિયો વાયરલ થયો

સ્થાનિક રહિશોનાં જણાવ્યા અનુસાર નવા આવેલા પીએસઆઈ રસ્તે ચાલતાં લોકો અને વાહન ચાલકો સાથે પણ ઉદ્દતાઈભર્યું વર્તન કરી તોછડાઈથી વાત કરે છે. સ્થાનિક લોકોને જાણે હડધૂત કરતા હોય તેવી રીતે વર્તન કરે છે. જે તેમની ખાખી વર્ધીનો રોફ જમાવતા હોય તેવું જણાઈ આવે છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો સંદર્ભે પીએસઆઈ વી.એસ. ગઢવીનો ટેલિફોનિક સંપર્ક કરતાં કોઈ પ્રત્યુત્તર મળી શક્યો નથી. 

પોલીસ સ્ટેશને લાવી લોકોને માર માર્યો
પોલીસ સ્ટેશને લાવી લોકોને માર માર્યો
પ્રજાના રક્ષક જ ભક્ષક બનીને લોકોને મારતા રહ્યા
પ્રજાના રક્ષક જ ભક્ષક બનીને લોકોને મારતા રહ્યા
X
બેરહેમી પૂર્વક પટ્ટો લઈને તૂટી પડેલા પીએસઆઈબેરહેમી પૂર્વક પટ્ટો લઈને તૂટી પડેલા પીએસઆઈ
પીએસ આઈ પટ્ટાથી મારતા રહ્યા નો લોકો જોતા રહ્યાપીએસ આઈ પટ્ટાથી મારતા રહ્યા નો લોકો જોતા રહ્યા
દેડિયાપાડા પોલીસની જોહુકમીનો વીડિયો વાયરલ થયોદેડિયાપાડા પોલીસની જોહુકમીનો વીડિયો વાયરલ થયો
પોલીસ સ્ટેશને લાવી લોકોને માર માર્યોપોલીસ સ્ટેશને લાવી લોકોને માર માર્યો
પ્રજાના રક્ષક જ ભક્ષક બનીને લોકોને મારતા રહ્યાપ્રજાના રક્ષક જ ભક્ષક બનીને લોકોને મારતા રહ્યા
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App