સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 3 દિવસમાં 74 હજાર પ્રવાસીઓ, નિગમને 1.11 કરોડની અાવક

વેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારો
વેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારો
વ્યુઈંગ ગેલેરી જતા પ્રવાસીઓ
વ્યુઈંગ ગેલેરી જતા પ્રવાસીઓ
30 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા
30 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આજે સૌથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આજે સૌથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Over 20 Thousand Tourists Visit Staue Of Unity, 10 KM Long Traffic Jam

DivyaBhaskar.com

Nov 11, 2018, 12:11 AM IST

કેવડિયા: કેવડીયામાં સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને નિહાળવા માટે દિવાળી, બેસતાવર્ષ અને ભાઇબીજના દિવસે 74 હજાર પ્રવાસીઓ પહોંચ્યાં હતાં. ત્રણ જ દિવસમાં નર્મદા નિગમને 1.11 કરોડની આવક થઇ હતી. રોજની સરેરાશ 25 લાખની આવક થતી હોવા છતાં નિગમ સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહેતાં પ્રવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. 01 થી 10 નવેમ્બર સુધીમાં 1.08 લાખ લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીને નિહાળ્યું છે. નર્મદા ડેમ દરવાજા લાગી ગયા બાદ ઓવરફલો થતો બંધ થતાં પ્રવાસીઓની સંખ્યા ઘટી રહી હતી પરંતુ હવે સ્ટેચ્યુના કારણે કેવડીયા ફરી વિશ્વ ફલક પર ચમકી રહયું છે.


નર્મદા જિલ્લામાં બનેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને જોવા માટે લોકો પડાપડી કરી રહયાં છે. દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજના દિવસે કેવડીયામાં 74,522 પ્રવાસીઓ નોંધાયા હતાં. તેમની ટીકીટમાંથી નિગમને 1.11 કરોડની આવક થઇ છે. 01 નવેમ્બરના રોજથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને મુલાકાતીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. 10 દિવસમાં 1.08 લાખ લોકો કેવડીયા આવીને વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાને નિહાળી ચુકયાં છે. નર્મદા નિગમ અને સરદાર પટેલ સ્મારક સમિતિ પ્રવાસીઓને સુવિધા પુરી પાડવામાં વામણી પુરવાર થઇ છે. સુવિધાના અભાવે પ્રવાસીઓમાં રોષ જોવા મળી રહયો છે. કેવડીયા આવેલા પ્રવાસીઓ માટે ટેન્ટ સીટી, વેલી ઓફ ફલાવર અને નર્મદા ડેમ પણ આર્કષણ જમાવી રહયો છે. આમ કેવડીયા ફરી એક વખત વિશ્વ ફલક પર ચમકી રહયું છે.

આજરોજના પ્રવાસીઓના આંકડા

પ્રવેશ બાળકો વયસ્ક બસ ટોટલ ટિકીટ ટોટલ રકમ
બસ ટિકીટ (30,30,1) 65 5042 - 5107 153210
એન્ટ્રી ટિકીટ (60,120,30) 1353 8058 8697 18108 1309050
વ્યુઈંગ ગેલેરી (200,350,30) 817 4535 5010 10361 1900600
ટોટલ 2235 17634 13707 33576

3362860

સવારે 9થી સાંજે 5 વાગ્યા સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓમ માટે ખુલ્લુ


સ્ટેચ્યું ઓફ યુનિટી' મુલાકાતીઓ માટે સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લુ રહેશે. 'સ્ટેચ્યું ઓફ યુનિટી' ખાતે કાર્યરત બે લિફટ દિવસ દરમિયાન 5000 મુલાકાતીઓને વ્યુઈંગ ગેલેરી સુધી લઇ જવાની ક્ષમતા ધરાવે છે તો મુલાકાતીઓએ મુલાકાતનો સમય તથા લિફટની ક્ષમતાને ધ્યાને લઇને 'સ્ટેચ્યું ઓફ યુનિટી'ની મુલાકાતનું આયોજન કરવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઇ છે. જેથી કેવડીયા ખાતે વધુ ભીડ ન થાય અને કોઇપણ મુલાકાતીને મુલાકાત વગર પાછું ફરવું ન પડે. અત્રે ઉલ્લેખનીય છે કે, 'સ્ટેચ્યું ઓફ યુનિટી' 12 નવેમ્બર 2018ને સોમવારના રોજ મુલાકાતીઓ માટે બંધ રહેશે. તો પ્રવાસીઓ તેમજ મુલાકાતીઓએ સોમવારના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત ન ગોઠવવા પણ વિનંતી કરાઇ છે.


મોટી સંખ્યામાં પ્રવાસીઓનો ધસારો


દિવાળીના વેકેશનમાં લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લેવા માટે પડાપડી કરી રહ્યાં છે. આમ ન્યૂ યરના દિવસે 4 વાગ્યા સૂધી 16036 પ્રવાસીઓ નોંધાયા છે. ત્યારે ગઈકાલે દિવસે 20 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા હતા. પ્રવાસીઓ વધતા બસ સુવિધા પણ ઓછી પડી રહી છે.


હોટલ અને અતિથિગૃહ હાઉસફુલ


કેવડિયામાં આવેલી ટેન્ટ સિટીમાં પ્રવાસીઓએ 70 ટકા ટેન્ટ અગાઉથી જ બુક કરાવીને રાખ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 250 ટેન્ટની ટેન્ટ સિટી બનાવવામાં આવી છે. જિલ્લામાં આવેલી મોટાભાગની હોટલો અને અતિથિગૃહોની બહાર હાઉસફુલના પાટિયા લાગ્યાં છે. નર્મદા જિલ્લામાં વેકેશનમાં હજી પણ પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા બંધ, ઝરવાણી, વિશાલખાડી, માલસામોટ સહિત સ્થળો પ્રવાસીઓને આકર્ષે છે. જેથી આ ત્રણ દિવસની રજાઓમાં પ્રવાસીઓએ પહેલાથી એડવાન્સ બુકિંગ કરાવી લીધું છે. નર્મદા ડેમ વિસ્તારોમાં અંદર તળાવ 3 પાસે અને તળાવ 4 પાસે બે ટેન્ટ સીટી છે ટેન્ટ સીટીના સંચાલકને પણ ખાસ ચેકિંગ અને આવનાર પ્રવાસીઓની આઈડેન્ટી રાખવા પોલીસ વિભાગ તરફથી સંચાલકોને આદેશ કરવામાં આવ્યો છે.

વધુ તસવીર જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો

X
વેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારોવેકેશન દરમિયાન પ્રવાસીઓના ધસારો
વ્યુઈંગ ગેલેરી જતા પ્રવાસીઓવ્યુઈંગ ગેલેરી જતા પ્રવાસીઓ
30 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા30 હજારથી પણ વધુ પ્રવાસીઓ નોંધાયા
સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આજે સૌથી વધુ પ્રવાસીઓ ઉમટ્યાસ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આજે સૌથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા
Over 20 Thousand Tourists Visit Staue Of Unity, 10 KM Long Traffic Jam
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી