રાજકોટને રાજી કરવા નર્મદાના પાણી, ભરૂચના કાંઠે નર્મદાના નિસાસા

Narmada water to Rajkot Cheerful, Narmada of near Bharuch Narmada Nostalgia
Bhaskar News

Bhaskar News

Sep 09, 2018, 12:04 AM IST

ભરૂચ: રાજકોટના આજી ડેમને પાણીથી ભરવા માટે નર્મદા ડેમમાંથી કેનાલમાં છોડાતો પાણીનો જથ્થો વધારીને 10 હજાર કયુસેક કરી નાંખવામાં આવ્યો છે. બીજી

તરફ નર્મદા નદીમાં માત્ર 610 કયુસેક પાણી છોડવામાં આવતું હોવાથી ચોમાસામાં પણ નદી સુકીભઠ જોવા મળી રહી છે. નદી પર દરિયો સવાર થઇ જતાં

ખારપાટની સમસ્યા વિકટ બની રહી છે. નર્મદાના પાણીથી આજી રાજી થઇ રહી છે જયારે નર્મદા સુકીભઠ હોવાથી ડાઉન સ્ટ્રીમમાં રહેતા લોકોમાં રોષ જોવા મળી

રહયો છે.

મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે બે સપ્તાહમાં નર્મદા ડેમની સપાટી 13 મીટર જેટલી વધી છે. ઉપરવાસમાંથી પાણીની આવક થતાં નર્મદા ડેમની સપાટી

124.52 મીટર સુધી પહોંચી છે. ડેમની સપાટીમાં વધારો થતાં સરકારે નર્મદા ડેમના પાણીથી રાજકોટના આજી ડેમને ભરવાનો નિર્ણય લીધો છે. નર્મદા ડેમના

કેનાલ હેડ પાવર હાઉસના બે ટર્બાઇન ચલાવીને નર્મદાની મુખ્ય કેનાલમાં 10,271 કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે.
નર્મદા નદીમાં ગોડબોલે ગેટમાંથી માત્ર 610 કયુસેક પાણી છોડાઇ રહયું છે.

ડેમમાંથી નદીમાં છોડાતું 610 કયુસેક પાણી ભરૂચના કાંઠા સુધી પહોચતું પણ નથી જેના કારણે ચોમાસામાં પણ નદી સુકી ભઠ જોવા મળી રહી છે. દરિયાના ખારા

પાણી ઝનોરની આગળ સુધી પહોંચી જતાં ખારપાટની સમસ્યા વિકટ બની રહી છે. ડેમના 120થી વધુ કીમીના ડાઉનસ્ટ્રીમના લોકોમાં નદી સુકીભઠ હોવાથી રોષ

જોવા મળી રહયો છે. નર્મદા નદીમાં પાણી નહિ હોવાથી માછીમારી, ખેતી અને પ્રવાસનના ઉદ્યોગને મોટો ફટકો પડયો છે.


ડાઉન સ્ટ્રીમના લોકો સાથે અન્યાય બંધ કરો
નર્મદા ડેમમાં અત્યારે પુરતુ પાણી હોવાથી નદીમાં પાણી છોડી શકાય તેમ છે. ડાઉન સ્ટ્રીમના લોકોને હંમેશા અન્યાય થતો અાવ્યો છે ત્યારે અન્યાય જન

આંદોલનનું સ્વરૂપ ધારણ કરે તે પહેલા સરકાર જાગે તે જરૂરી છે. ભુતકાળમાં પણ સૌની યોજના માટે ડેમનું પાણી વપરાયું હતું અને આ પાણીનો કચ્છના રણમાં

બગાડ થયો હતો. આ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકારે વિચારણા કરવી જોઇએ. જીવરાજ પટેલ, પ્રમુખ, ભરૂચ સીટીઝન કાઉન્સીલ


નર્મદા ડેમમાં પાણીની આવકમાં વધારો
મધ્યપ્રદેશમાં આવેલા ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમના જળ વિદ્યુત મથકોના આઠ ટર્બાઇન ચાલી રહયાં હોવાથી સરદાર સરોવરમાં પાણીનો આવરો વધ્યો

છે. અત્યારે ઉપરવાસમાંથી 10 હજાર કયુસેક પાણી આવી રહયું છે જેની સામે કેનાલમાં 10 હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે. પાણીની આવક અને જાવક

સરખી હોવાથી નર્મદા ડેમની સપાટી શનિવારે બપોરે 12 વાગ્યાથી 124.49 મીટરની સપાટીએ સ્થિર જોવા મળી રહી છે.

X
Narmada water to Rajkot Cheerful, Narmada of near Bharuch Narmada Nostalgia
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી