Home » Daxin Gujarat » Latest News » Bharuch » નર્મદા ડેમમાં પાણીની અાવક ઘટતાં જળસંકટના એંધાણ | Narmada dam water scarcity reduces water scarcity

MPએ ગુજરાતને પાણી આપવાની ચોખ્ખી ના પાડી, નર્મદામાં જળસંકટ

Divyabhaskar.com | Updated - Apr 11, 2018, 09:54 AM

ડેમમાં 3,000 કયુસેક પાણી છોડવાની ગુજરાત સરકારની માગ મધ્યપ્રદેશે ફગાવી દેતાં રાજ્યનું જળસંકટ ઘેરાયું

  • નર્મદા ડેમમાં પાણીની અાવક ઘટતાં જળસંકટના એંધાણ | Narmada dam water scarcity reduces water scarcity
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    રાજપીપળા: ગુજરાતે મધ્યપ્રદેશ સરકાર પાસે 3,000 કયુસેક પાણી છોડવાની માંગ કરી હતી પણ ત્યાંની સરકારે ના પાડતા ગુજરાતના માથે ફરી જળસંકંટના વાદળો ઘેરાયાં છે. હાલ ઉપરવાસ માંથી પાણીની આવક માત્ર 598 ક્યુસેક છે તેની સામે IBPTમાંથી 2,936 કયુસેક પાણીની જાવક થઇ રહી છે. 28 માર્ચ 2018 ના રોજ ગુજરાતે ભલામણ કરતાં મધ્યપ્રદેશે એક સપ્તાહમાં 600 ક્યુસેક પાણી છોડતાં થોડા અંશે રાહત થઇ હતી. રાજ્યમાં IBPT ટનલમાંથી પીવા માટે પાણી છોડાતાં ડેમના ડેડસ્ટોકમાં ઘટાડો થયો છે.

    અત્યારે 598 કયુસેક પાણીની આવક સામે 2,936 કયુસેક પાણીની જાવક

    મંગળવારે ડેમની સપાટી 105.12 મીટર પહોંચતા સરકારની ચિંતામાં વધારો થયો છે. ગુજરાત સરકારે વધુ 3000 ક્યુસેક પાણી છોડવા માટે ભલામણ લેટર લખ્યો પરંતુ મધ્યપ્રદેશ સરકારે આજે આ લેટર ફગાવી પાણી નહીં આપવાનું કહી દેતા સરકારની ચિંતામાં વધારો થયો છે અને 3000 ક્યુસેકની જગ્યા એ આજે માત્ર 598 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી જતાં જળસંકંટના એંધાણ વર્તાઇ રહયાં છે.

    પાંચ દિવસમાં ડેમમાં પાણીની આવક-જાવક

    તારીખ આવક જાવક

    05-04-18 2,936 3,000
    06-04-18 2,530 3,300
    07-04-18 1,436 2,200
    08-04-18 1,365 2,005
    09-04-18 800 2,936
    વધુ માહિતી માટે આગળ વાંચો... પાણીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામ સામે
  • નર્મદા ડેમમાં પાણીની અાવક ઘટતાં જળસંકટના એંધાણ | Narmada dam water scarcity reduces water scarcity
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    પાણીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામ સામે

    પાણીના મુદ્દે ભાજપ-કોંગ્રેસ સામ સામે

     

     

    રાજ્યમાં પાણીની સમસ્યાને લઈને હવે ભાજપ-કોંગ્રેસ સામ સામે આવી ગયાં છે. પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સરકાર પર આક્ષેપ કરતા કહ્યું હતુંકે, ભાજપ સરકારની પાણી વપરાશની અવ્યવસ્થાપન નિતિનો ભોગ ખેડુતોએ બનવું પડે છે. સુરતમાં ખેડુતની આત્મહત્યા દુખદ બાબત છે. આ મુદ્દે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યું હતુંકે, સરકારે રાજ્યની પ્રજા માટે પાણીની વ્યવસ્થાનું આગોતરું આયોજન કરેલું છે. 

     

    વધુ માહિતી માટે આગળ વાંચો...બ્રાન્ચ કેનાલોમાં સપ્લાય બંધ થતાં પીવાની લાઈન લંબાવી પડી

  • નર્મદા ડેમમાં પાણીની અાવક ઘટતાં જળસંકટના એંધાણ | Narmada dam water scarcity reduces water scarcity
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    બ્રાન્ચ કેનાલોમાં સપ્લાય બંધ થતાં પીવાની લાઈન લંબાવી પડી

    બ્રાન્ચ કેનાલોમાં સપ્લાય બંધ થતાં પીવાની લાઈન લંબાવી પડી

     

    રાજ્યમાં નર્મદાનું પાણી ઓછું મળતાં પાણીનો વેડફાટ અને ચોરી અટકે તે માટે સૌરાષ્ટ્ર સિવાયની તમામ નર્મદા બ્રાન્ચ કૅનાલમાં પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે. જેના પગલે મેઇન કૅનાલમાંથી પાણી ઉપાડવા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા બ્રાન્ચને બદલે મેઇન કૅનાલ સુધી પાણીની પાઇપલાઇનો એક્સટેન્ડ કરાઈ છે. કૅનાલમાં પાણીનું લેવલ નીચું જતાં રેતી, માટીને કારણે અનેક વિસ્તારોમાં ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદો ઊઠતાં ફિલ્ટરેશન વધારવા સૂચના અપાઈ છે.  પાણી પુરવઠા મંત્રી પરબત પટેલના અધ્યક્ષસ્થાને મંગળવારે સમીક્ષા બેઠક મળી હતી. 

     

    વધુ માહિતી માટે આગળ વાંચો... હવે ચૂંટણીમાં એમપી પાણી વેડફશે

  • નર્મદા ડેમમાં પાણીની અાવક ઘટતાં જળસંકટના એંધાણ | Narmada dam water scarcity reduces water scarcity
    હવે ચૂંટણીમાં એમપી પાણી વેડફશે

    હવે ચૂંટણીમાં એમપી પાણી વેડફશે

     

    ચૂંટણી જાહેર થઈ ત્યારે ઓછું પાણી મળવાનું હોવાનો સરકારને ખ્યાલ હતો છતાં વેડફાટ બંધ કર્યો નહીં. સી પ્લેન ઉડાડ્યાં, ‘સૌની’ અંતર્ગત ડેમ ભર્યાં. હવે મધ્યપ્રદેશ સરકારે પાણી આપવાની ના પાડી. કેમ કે હવે ત્યાં ચૂંટણી હોવાથી ત્યાં વેડફવાનું છે. - સી. જે. ચાવડા, કૉંગ્રેસના ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ