તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નર્મદા ડેમની સપાટી 3 મીટર વધ્યા બાદ 113.99 મીટરે સ્થિર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

કેવડીયા: ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં બે દિવસમાં 3 મીટરનો વધારો થયો છે. ઉપરવાસમાં મેહુલિયો મહેરબાન થતાં સરદાર સરોવરમાં 350 MCM જેટલા નવા નીર આવ્યાં છે. એક વ્યકતિના 100 લીટર લેખે 3.50 અબજ લોકોને અેક દિવસ સુધી પીવાનું પાણી આપી શકાય તેટલું પાણી સરદાર સરોવરમાં વધ્યું છે. શનિવારે સાંજે 5 વાગ્યાથી ઉપરવાસમાંથી પાણીનો આવરો ઘટી જતાં ડેમની સપાટી 113.99 મીટરે સ્થિર રહી છે. આરબીપીએચને બંધ રાખીને ડેમને તેની 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરવાનું આયોજન હોવાનું જાણવા મળી રહયું છે. અત્યારે કેનાલ હેડ પાવર હાઉસનું એક ટર્બાઇન ચલાવી કેનાલમાં પાણી છોડવામાં આવી રહયું છે.


નર્મદા ડેમના કેચમેન્ટ એરીયામાં બે દિવસમાં 6 ઇંચથી વધારે વરસાદ પડતાં સરદાર સરોવરમાં નવા નીર આવી રહયાં છે. બે દિવસમાં નર્મદા ડેમની સપાટી 110.99 મીટરથી વધીને સીધી 113.99 મીટર પર પહોંચી છે. સરદાર સરોવરમાં 350 એમસીએમ જેટલા નવા નીર આવ્યાં છે. જે 3.50 અબજ લોકોને એક દિવસના પાણી અપાઇ તેટલા છે. શનિવારે સાંજે 5 વાગ્યાથી પાણીનો અાવરો ઘટી જતાં ડેમની સપાટી 113.99 મીટર પર સ્થિર રહેવા પામી છે. રીવર બેડ પાવર હાઉસને બંધ રાખીને ડેમને તેની 138.68 મીટરની પુર્ણ સપાટીએ ભરવાનું આયોજન છે. અત્યારે કેનાલ હેડ પાવર હાઉસના એક ટર્બાઇનને ચલાવીને કેનાલમાં પાણી છોડવામાં આવી રહયું છે. નર્મદા ડેમ 3 મીટર જેટલો ભરાતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે.

 

શુક્રવારે રાત્રે 8 વાગ્યે 2 લાખ કયુસેક પાણી આવ્યું


શુક્રવારે સવારથી સરદાર સરોવરમાં પાણીની આવક શરૂ થતાં સપાટી વધવાની શરૂઆત થઇ હતી. શુક્રવારે રાત્રે 8 વાગ્યે ડેમના સરોવરમાં આવેલા પાણીની માત્રા 2 લાખ કયુસેક નોંધાઇ હતી. આ જથ્થો હાલની સીઝનનો સૌથી વધારે હતો. નર્મદા ડેમ 115 મીટરની સપાટીને પાર કરી જાય તેવી શકયતાઓ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...