ચીનકુવા ગામે પીવાના પાણીનો અભાવ

ગામથી બે કિમી દૂર આવેલો જૂનો કૂવો પાણીનો એક માત્ર સ્રોત છે કાચા ઝૂંપડામાં ગામની પ્રાથમિક શાળા ચલાવવામાં આવી રહી છે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 13, 2018, 02:33 AM
ચીનકુવા ગામે પીવાના પાણીનો અભાવ | Lack of drinking water in Chinku village

રાજપીપળા: આઝાદીને 70 વર્ષ બાદ પણ ગરુડેશ્વર તાલુકાનું ચિનકુવા ગામ વિકાસથી વંચિત છે. ગામમાં 500 ની વસ્તી હોવા છતાં રસ્તા, પાણી,વીજળી,આરોગ્ય કોઈ સુવિધા આજદિન સુધી પહોંચતી નથી. પીવાના પાણી માટે કોઇ વ્યવસ્થા નહિ હોવાથી ગામલોકોને બે કીમી દુર આવેલા જુના કુવા પર આધાર રાખવો પડે છે.

ગરુડેશ્વર તાલુકાના પહાડ પર વસેલા આ ગામમાં માળખાકીય સુવિધાઓનો સદંતર અભાવ


પહાડો પર વસેલા ચીન કુવા ગામમાં પાણીનો બોર કે હેન્ડપંપ તેમજ ટાંકી નથી. ગામલોકોને પાણી માટે ગામના જૂનો કૂવા પર આધાર રાખવો પડે છે. આ કુવા સુધી પહોંચવા માટે લોકોએ બે કીમીની પદયાત્રા કરવી પડે છે. ભારતના નીતિ આયોગ દ્વારા તાજેતરમાં દેશના 115 જેટલા જિલ્લાઓને પછાત જાહેર કરાયા છે અને જેમાં નર્મદા જિલ્લાનો પણ સમાવેશ કરાયો છે. આ પછાત જિલ્લામાં ગરુડેશ્વર તાલુકાનું ચિનકુવા ગામ વિકાસથી વંચીત છે.જ્યાં પાયાની કોઈ સુવિધાઓજ નથી, આ ગામની 500 ની વસ્તી હોવા છતાં રસ્તા, પાણી,વીજળી,આરોગ્ય કોઈ સુવિધા આજદિન સુધી પહોંચતી નથી. આજે પણ આ લોકો અવિકસિત જીવન ગુજારે છે. ગામના બાળકો પણ ઝૂંપડામાં ચાલતી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહયાં છે.

X
ચીનકુવા ગામે પીવાના પાણીનો અભાવ | Lack of drinking water in Chinku village
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App