અંકલેશ્વરઃ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યા

લીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યા
લીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યા
યુગલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા
યુગલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા
Harsad Mistri

Harsad Mistri

Apr 19, 2018, 08:35 PM IST

અંકલેશ્વરઃ અંકલેશ્વરના વાલિયા ચોકડી વિસ્તારમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતાં યુગલ વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતાં યુવાને તેને લાકડીના સપાટા મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેનું સારવાર મળે તે પહેલાં જ મોત નીપજ્યું હતું. અંક્લેશ્વર જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

લીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યા

અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક રહેતી રેખા પ્રકાશ વસાવા સાથે હવા મહેલ ખાતે રહેતા ઇમરાનખાન હનિફખાન પઠાણને છેલ્લા ચાર વર્ષથી લીવ ઈન રિલેશનશીપના સંબંધ હતાં. જોકે તેમની વચ્ચે અવાર નવાર ઝઘડાઓ થયાં કરતાં હતાં. દરમિયાન રેખાને ઇમરાન વચ્ચે કોઈ કારણસર ઝગડો થયો હતો. જેમાં ઉશ્કરાયેલાં ઇમરાને તેને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે લાકડા સપાટા મારી ગંભીર ઇજા પહોંચાડતાં તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જ્યાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી. આ બનાવ સંદર્ભે જીઆઇડીસી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.

યુગલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા

મૃતક રેખા અને ઇમરાન પઠાણ છેલ્લા 4 વર્ષથી બંને સાથે પ્રેમી પ્રેમિકા તરીકે રહેતા હતા અવારનવાર ઝગડા થતા હતા. હાલ તપાસ ચાલુ છે ફરાર આરોપીને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. તબીબોની પેનલ થકી પી.એમ કરવામાં આવી રહ્યું છે.
આર. કે.ધુળીયા, પી.આઈ.અંકલેશ્વર

વધુ વિગતો વાંચવા માટે ફોટો બદલો...

X
લીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યાલીવ ઇનમાં રહેતા પ્રેમીએ પ્રમિકાની કરી હત્યા
યુગલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતાયુગલ વચ્ચે અવારનવાર ઝગડા થતા હતા
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી