અંકલેશ્વર: કોંગ્રેસ પક્ષ દિગ્ગજ નેતા અહેમદ પટેલ દ્વારા પોતાના માદરે વતન મતદાન કરતી વેળા ગુજરાત કોગ્રેન્સ ભવ્ય વિજય સાથે 110 થી 125 બેઠક મળવાનો દાવો વ્યક્ત કર્યો હતો. વધુમાં હું ક્યારે સી.એમ હોડમાં હતો નહિ છું નહિ અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી. ચૂંટણી આવતાજ મારૂ નામ ઉછાળી ધ્રુવીકરણ કરવાની રાજનીતિ કરતા હોય છે. સમાજનો તમામ વર્ગ નારાજ છે એટલેજ બધા વર્ગ ભેગા થઇ લડી રહ્યા છે. અમે તો અભદ્ર બોલનાર સામે એક્શન લીધા છે. તેમણે શું કર્યું અમને લીસ્ટ ગણાવે છે. તો સોનિયાજી, રાહુલજી સહીત લોકો માટે કેવા શબ્દો પ્રયોગ કર્યા એનું લિસ્ટ પણ છે અમારી પાસે તેવો સીધો સવાલ કર્યો હતો.
અંકલેશ્વરના પીરામણ ગામના વતની અને કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ સોનીયા ગાંધીના રાજકીય સલાહકાર અહેમદભાઈ પટેલ દ્વારા 154 અંકલેશ્વર હાંસોટ વિધાનસભા બેઠક પર મતદાન કરતા કોંગ્રેસની 110 થી 125 બેઠક પર વિજય નિશ્ચિત છે. તેવો દાવો વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત રાજ્ય સી.એમ.કોણ હશે તે મુદ્દે વિજેતા ધારાસભ્યો અને પાર્ટી આલકમાન આગામી સી.એમ નક્કી કરશે. સુરતમાં લાગેલા પોસ્ટર બાબતે તેમને સ્પષ્ટ જવાબ આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં ચૂંટણી આવતાજ મારા નામને ઉછાળીને મતોનું ધ્રુવીકરણ કરવાની રાજનીતિ રમાય છે. બાકી હું ક્યારે સી.એમ હોડમાં હતો નહિ છું નહિ અને ભવિષ્યમાં પણ રહેવાનો નથી. આ ઉપરાંત કોંગ્રેસ અને છોટુ વસાવા સાથેનું ગઠબંધન બંને પક્ષને ફાયદો કરાવશે.
દલિત સમાજના મેવાણી, પાટીદાર હાર્દિક પટેલ અને ઓ.બી.સી અલ્પેશ ઠાકોર સાથેના જોડાણ થી કોંગ્રેસ ફાયદો થશેજ એટલુંજ નહિ આજે ગરીબ, દલિત, ખેડૂત, આદિવાસી, નોકરિયાત તમામ વર્ગ નારાજ છે. તમામ આજે ભેગા થઇ લડત લડી રહ્યા છે. નીચ શબ્દને લઇ ઉઠેલા રાજકારણ બાબતે અમે તો અભદ્ર બોલનાર સામે એક્શન લીધા છે. તેમણે શું કર્યું અમને લીસ્ટ ગણાવે છે. તો સોનિયાજી, રાહુલજી સહીત લોકો માટે કેવા શબ્દો પ્રયોગ કર્યા એનું લિસ્ટ પણ છે અમારી પાસે છે. અમે તો કાર્યવાહી કરી છે. તેમને કેમ કોઈપણ નેતા સામે એક્શન લીધા છે. ખુદ જેતે વખતે મુખ્ય મંત્રી હતા ત્યારે નરેન્દ્ર મોદી કેવા શબ્દો પ્રયોગ કરેલા તે વિચારો અમે તો એક્શન લઇ બતાવું છે તેવો એક્શન લઇ બતાવે તેવો સીધો સવાલ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.