હાંસોટ: કાર ચાલકે 2 બાઇકને ટક્કર મારતા દંપતીનું ઘટના સ્થળે મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાંસોટઃ હાંસોટ સાહોલ પાટીયા નજીક ડસ્ટર ગાડી ચાલકે 2 મોટર સાઇકલ ચાલક ટક્કર મારતા દંપતી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું  પુત્ર અને અન્ય એક ઈસમ ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરત ઓલપાડ તાલુકાના કસાડ ગામ સુરતી દંપની પુત્ર અને સાહોલ ગામના યુવાન હાંસોટ તરફ આવી રહ્યા હતા સામે હાંસોટ તરફ થી સુરત તરફ જતી ડસ્ટર ચાલકે બંને મોટર સાઇકલ અડફેટેમાં લેતા બને મોટર સાઇકલ ચાલકો રોડ સાઈડમાં ઝાડીઓમાં પટક્યા હતા. ટક્કર એટલી હદે જોરમાં હતી કે ડસ્ટરનો આગળનો તેમજ એક મોટર સાઇકલ ખુરદો બોલી ગયો હતો.  

 

પ્રાપ્ત વિગતો અનુસાર હાંસોટ થી સુરત તરફ જતા માર્ગ પર સાહોલ પાટીયા નજીક રવિવાર સવારે ગંભીર અકસમાત સર્જાયો હતો ઓલપાડ તાલુકાના કસાડ ગામ ખાતે રહેતા ભીખાભાઇ ભાણાભાઈ સુરતી, તેમની પત્ની ગીતાબેન ભીખાભાઇ સુરતી,પુત્ર અક્ષય ભાખાભાઇ સુરતી આવી રહ્યા હતા તોબીજી મોટર સાઇકલ પર  સાહોલ ગામનો રાઠોડ યુવાન હાંસોટ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન હાંસોટ તરફ સુરત તરફ જતી ડસ્ટર ગાડી ચાલક અને બંને મોટર સાઇકલ સામ-સામે ધડાકાભેર ભટકાય હતી જે મોટર સાઇકલ રોડ બાજુ ઝાડીમાં પટકાય હતી.

 

ગંભીર ટક્કરને લઇ ભીખાભાઇ સુરતી અને તેમની પત્ની ગીતાબેન સુરતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગંભીર રીતે ઘવાયેલ અક્ષય સુરતીને 108 ની મદદ થી સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જયારે અન્ય રાઠોડ યુવાન કીમ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હોવાનું સ્થળ પર થી જાણવા મળ્યું હતું. બનાવ સંદર્ભે હાંસોટ પોલીસને જાણ થતા હાંસોટ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યા હતા તેમજ અકસમાત સર્જી ફરાર થયેલ ડસ્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા હતા. 

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

 

તસવીર ઃ હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...