ભરૂચ: ભરૂચમાં પોલીસ એથલેટીકસ મીટ અંતર્ગત રવિવારે યોજાયેલી હાફ મેરેથોનમાં જંબુસર તાલુકાના સાંગડી ગામના ભીલાલા બંધુઓનો દબદબો રહયો હતો. 21 કીમીની મેરેથોન નોકતા ભીલાલાએ 1 કલાક 31 મિનિટ અને 36 સેકન્ડમાં પુરી કરી પ્રથમ સ્થાન જયારે તેના ભાઇ રમેશ ભીલાલાએ 1 કલાક 36 મિનિટ અને 03 સેકન્ડમાં પુરી કરી બીજુ સ્થાન મેળવ્યું હતું. 10 કીમીની મેરેથોનમાં અમિત ભીલાલા 41 મિનિટ 18 સેકન્ડ સાથે બીજા ક્રમે રહયો હતો.
10 કિમી દોડમાં ભીલાલા પરિવારનો અમિત દ્વીતીય સ્થાને આવ્યો
ત્રણેય ભાઇઓ જંબુસરની જે.એમ.શાહ કોલેજમાં બી.એ.માં અભ્યાસ કરે છે.21 કીમીની મેરેથોનના મહિલા વિભાગમાં ડૉ. પ્રદન્યા પાટીલ વિજેતા બન્યાં છે. રવિવારે સવારે 6.30 વાગ્યે દુધધારા ડેરીના મેદાન ખાતેથી સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ, પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી, ધારાસભ્ય દુષ્યંત પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ યોગેશ પટેલ, કલેકટર સંદિપ સાગલે, એસપી સંદિપસિંગ અને ડીડીઓ ક્ષિપ્રા અગ્રે સહિતના મહેમાનોની હાજરીમાં ફલેગઓફ કરવામાં આવ્યું હતું.
21 કિમીની મેરેથોનના મહિલા વિભાગમાં ડૉ. પ્રદન્યા પાટીલ વિજેતા
21 કીમીની મેરેથોનમાં 413, 10 કીમીની મેરેથોનમાં 736 અને 3 કીમીની ફન રનમાં 2,930 દોડવીરોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. 21 કીમીમાં જંબુસરના સાંગડી ગામના નોકતા ભીલાલા, રમેશ ભીલાલા તથા જશવંત બારીયા વિજેતા બન્યાં હતાં. મહિલા વિભાગમાં ડૉ. પ્રદન્યા પાટીલ અને કવિતા લોહાણાએ મેદાન માર્યું હતું. 21 કીમની દોડ નોકતા ભીલાલાએ 1 કલાક 31 મિનિટ અને 36 સેકન્ડમાં પુરી કરી પ્રથમ સ્થાન જયારે તેના ભાઇ રમેશ ભીલાલાએ 1 કલાક 36 મિનિટ અને 3 સેકન્ડમાં પુરી કરી હતી. કટઓફ ટાઇમમાં મેરેથોન પુરી કરનારા દરેક સ્પર્ધકોને મેડલ આપવામાં આવ્યાં હતાં. ભરૂચમાં યોજાતી પોલીસ એથ્લેટીકસ મીટ અંતર્ગત પ્રથમ વખત હાફ મેરેથોન યોજાઇ હતી.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.