શુક્લતીર્થના મેળામાં આગનું છમકળુ: ગેસ સિલિન્ડરના રેગ્યુલેટરમાં ધડાકો, સ્થાનિકોએ જ બુઝાવી આગ

સ્ટોલમાં જમવાનું બનાવતી વખતે બન્યો બનાવ, મેળામાં અગ્નિશમન વ્યવસ્થાનો અભાવ

DivyaBhaskar.com | Updated - Nov 22, 2018, 11:12 AM
Fie breaks in shukla teerth fair, blast in gas cylinder

ભરૂચ: ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં ચાલી રહેલા કારતકી પુર્ણિમાના મેળામાં બુધવારના રોજ એક સ્ટોલમાં જમવાનું બનાવતી વેળા ગેસ બોટલના રેગ્યુલેટરમાં ધડાકો થતાં આગ ફાટી નીકળી હતી. આગ વિકરાળ બને તે પહેલાં આસપાસના લોકોએ દોડી આવી આગ પર કાબુ મેળવી લીધો હતો.


ગેસ બોટલના રેગ્યુલેટરમાં ધડાકા સાથે આગ લાગી


શુકલતીર્થના મેળાનો અગિયારસથી પ્રારંભ થયો છે અને ગ્રામ પંચાયતો દ્વારા સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે. આ મેળામાં ખાસ કરીને ચૌદશ, પુનમ અને પડવાના દિવસે રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ ઉમટી પડતાં હોય છે. બુધવારના બપોરના સુમારે એક સ્ટોલના લોકો પોતાનું જમવાનું બનાવી રહ્યા હતા.તે દરમિયાન દરમિયાન ગેસના બોટલમાં આગ લાગતા મેળામાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.શુક્લતીર્થના મેળામાં સ્ટોલમાં જમવાનું બનાવતી વેળાએ ગેસ બોટલના રેગ્યુલેટરમાં ધડાકા સાથે આગ લાગી હતી.

મેળામાં અગ્નિશમન વ્યવસ્થાનો અભાવ

શુકલતીર્થના મેળામાં રાજયભરમાંથી શ્રધ્ધાળુઓ આવતાં હોય છે અને 500થી વધારે સ્ટોલ્સ લાગતાં હોય છે. આ ઉપરાંત આસપાસના ગામોના લોકો તંબુ બાંધીને રહેતા હોય છે. બુધવારના રોજ બનેલી ઘટનામાં મેળામાં ગ્રામ પંચાયત તરફથી અગ્નિશમનની કોઇ વ્યવસ્થા કરાઇ ન હોવાનું જણાયું હતું. જો આસપાસના રહીશોએ દોડી આવી આગ પર કાબુ ન મેળવ્યો હોત તો મોટી જાનહાનિ થવાની શકયતાઓ નકારી શકાય તેમ નથી.ગ્રામ પંચાયતના સરપંચ નિલેશ વસાવાએ જણાવ્યું હતું કે,મેળામાં તેરસથી પડવા સુધી શ્રધ્ધાળુઓનો ધસારો રહેતો હોય છે. દર વર્ષે ગ્રામ પંચાયત તરફથી તેરસના દિવસથી લાયબંબા અને લાશ્કરોની માંગણી કરવામાં આવતી હોય છે.

X
Fie breaks in shukla teerth fair, blast in gas cylinder
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App