ભારત બંધ દરમિયાન ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ વેપારીને ફટકાર્યો, વીડિયો વાયરલ

વેપારીએ કોંગ્રેસના કાર્યકરો સામે પોલીસ ફરિયાદ નોંધાવી, કોંગ્રેસે વેપારી સામે આક્ષેપ કર્યા

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:18 PM

ભરૂચ: કોંગ્રેસના ભારત બંધના એલાનને પગલે ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરો દુકાનો-ઓફિસોને બંધ કરાવવા માટે રોડ પર નીકળી પડ્યા હતા. જેમાં ભરૂચના ઝાડેશ્વર રોડ પર શ્રીરંગ કોમ્પ્લેક્ષ ખાતે આવેલી દુકાનના સંચાલક મિલનભાઇ મિસ્ત્રી સાથે કોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરીને માર માર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના વીડીયો શોશ્યલ વાયરલ થયા હતા.

ભરૂચમાં કોંગ્રેસના કાર્યકરોએ વેપારીને ફટકાર્યો

વેપારી મિલન મિસ્ત્રીએ ભરૂચ સી-ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ તેમની દુકાને હતા, તે સમયે ભારત બંધના એલાનને પગલે સચીન હર્ષદ પટેલ, પ્રિયાંક પ્રવિણ મકવાણા તેમજ હિતેન્દ્ર નગીન પટેલ સહિતના કેટલાક લોકો તેમની દુકાન બંધ કરવા આવ્યાં હતાં. જેના પગલે તેમણે સવારે દુકાન બંધ કર્યાં બાદ બપોરે 12 વાગ્યાના અરસામાં તેમની દુકાન પરત ખોલવા જતાં ત્રણેયે તેમની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. આ બનાવને પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. દુકાનદારે પક્ષ વિરોધી અપશબ્દો ઉચ્ચારી અસભ્ય વર્તન કર્યો હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કર્યો હતો.

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

કોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડિયો વાયરલ થયાં
કોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડિયો વાયરલ થયાં
ભરૂચમાં ભારત બંધ દરમિયાન કોંગી કાર્યકરોએ વેપારીને ફટકાર્યાનો વિડીયો વાયરલ
ભરૂચમાં ભારત બંધ દરમિયાન કોંગી કાર્યકરોએ વેપારીને ફટકાર્યાનો વિડીયો વાયરલ
કોંગ્રેસના કાર્યકરોએ દુકાનદારે પક્ષ વિરોધી અપશબ્દો ઉચ્ચારી અસભ્ય વર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો
કોંગ્રેસના કાર્યકરોએ દુકાનદારે પક્ષ વિરોધી અપશબ્દો ઉચ્ચારી અસભ્ય વર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો
X
કોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડિયો વાયરલ થયાંકોંગ્રેસી કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાની ઘટનાના સીસીટીવી ફૂટેજના વિડિયો વાયરલ થયાં
ભરૂચમાં ભારત બંધ દરમિયાન કોંગી કાર્યકરોએ વેપારીને ફટકાર્યાનો વિડીયો વાયરલભરૂચમાં ભારત બંધ દરમિયાન કોંગી કાર્યકરોએ વેપારીને ફટકાર્યાનો વિડીયો વાયરલ
કોંગ્રેસના કાર્યકરોએ દુકાનદારે પક્ષ વિરોધી અપશબ્દો ઉચ્ચારી અસભ્ય વર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતોકોંગ્રેસના કાર્યકરોએ દુકાનદારે પક્ષ વિરોધી અપશબ્દો ઉચ્ચારી અસભ્ય વર્તન કર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App