Home » Daxin Gujarat » Latest News » Bharuch » Chakkajam in protest against Atrocity Act in Bharuch-Ankleshwar

ભરૂચ-અંકલેશ્વરમાં એટ્રોસિટી એકટ વિરોધમાં ચક્કાજામ

Divyabhaskar.com | Updated - Apr 03, 2018, 02:44 AM

અનિચ્છનીય બનાવ ન બને તે માટે લોખંડી પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો : બંને જિલ્લાના તાલુકા મથકો ખાતે દુકાનો ન ખુલતા બજારો સુમ

  • Chakkajam in protest against Atrocity Act in Bharuch-Ankleshwar
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    ભરૂચ, રાજપીપળા, અંકલેશ્વર: દેશની સર્વોચ્ચ અદાલતે એટ્રોસીટી એકટની કલમમાં કરેલા સુધારાના વિરોધમાં સોમવારે ભારત બંધના અપાયેલા એલાનની અસર ભરૂચ અને નર્મદા જિલ્લામાં પણ જોવા મળી હતી. ભરૂચ અને અંકલેશ્વર શહેરમાં વિવિધ સંગઠનો તેમજ કોંગ્રેસના કાર્યકરોએ રસ્તા પર બેસી જઇ ચકકાજા કર્યો હતો. આદિવાસી વિસ્તારોમાં બંધની જડબેસલાક અસર જોવા મળી હતી જયારે શહેરોમાં જનજીવન રાબેતા મુજબ રહયું હતું.

    ભારત બંધના એલાનને આદિવાસી વિસ્તારમાં સજ્જડ અને શહેરોમાં મિશ્ર પ્રતિસાદ


    સોમવારે ભારત બંધના એલાનના સમર્થનમાં દલિત સંગઠનોના કાર્યકરો રસ્તાઓ પર ઉતરી આવ્યાં હતાં. વિવિધ સંગઠનોના નેજા હેઠળ ભરૂચના રેલવે સ્ટેશનથી કલેકટર કચેરી સુધી વિશાળ રેલી યોજવામાં આવી હતી. રેલી દરમિયાન કાર્યકરોએ સ્ટેશન રોડ વિસ્તારમાં દુકાનો બંધ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. બીગ બજારની સામે કાર્યકરોએ ચકકાજામનો પ્રયાસ કરતાં પોલીસ દોડતી થઇ ગઇ હતી. અંકલેશ્વર ખાતે ત્રણ રસ્તા સર્કલ ખાતે ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ મુખ્ય બજારોમાં ફરી દુકાનો બંધ કરાવી હતી.

    નર્મદા જિલ્લામાં ખાનગી વાહનો બંધ રહેતાં ગામડામાંથી આવતા મુસાફરો અટવાયાં


    નર્મદા જિલ્લાના તમામ તાલુકાઓ નાંદોદ, ગરૂડેશ્વર, તિલકવાડા, સાગબારા અને ડેડિયાપાડામાં પણ સોમવારે સદંતર જડબેસલાક બંધ પાળી ભારત બંધને સમર્થન આપ્યું હતું.બંધ દરમિયાન કોઇપણ અનિચ્છનીય બનાવ ન બનેએ માટે કાયદો વ્યવસ્થા જાળવવાનર્મદા પોલીસે બંદોબસ્ત ખડકી દેવાયો હતો.બંધના પગલે ગામડાંમાંથી આવતા અનેક લોકો અટવાયા હતા.વાહન વ્યવહારમાં ખાનગી વાહનો પણ આજે બંધ દરમિયાન ગણ્યાગાંઠ્યા જ નજરે પડ્યા હતા.બંને તાલુકાનાં બજારોએ સ્વૈચ્છિક બંધ પાળી ભારત બંધને સમર્થન આપ્યું હતું. ભારત બંધના એલાનને આદિવાસી વિસ્તારમાં સજજડ પ્રતિસાદ સાંપડયો હતો જયારે શહેરી વિસ્તારોમાં નહિવત અસર જોવા મળી હતી.

    વધિુ માહિતી માટે આગળ વાંચો... જે વેપારી દુકાન ખુલ્લી રાખશે તેને ત્યાંથી ખરીદી નહીંના મેસેજ વાયરલ

  • Chakkajam in protest against Atrocity Act in Bharuch-Ankleshwar
    જે વેપારી દુકાન ખુલ્લી રાખશે તેને ત્યાંથી ખરીદી નહીંના મેસેજ વાયરલ

    જે વેપારી દુકાન ખુલ્લી રાખશે તેને ત્યાંથી ખરીદી નહીંના મેસેજ વાયરલ

     

    સોમવારે ભારત બંધના એલાન દરમિયાન જે કોઇપણ વેપારીઓ પોતાની દુકાનો ખુલ્લી રાખી બંધને સમર્થન નહીં આપે તે વેપારીની દુકાનો પરથી એસસી / એસ.ટી. સમાજના લોકો ખરીદી નહીં કરી વિરોધ કરશે તેવા મેસેજ વાયરલ થયાં હતાં. આ મેસેજના પગલે મોટાભાગની દુકાનો બંધ રહી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending

વીડિયો વધુ જુઓ