ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો ફીયાસ્કો: ઉદ્યોગકારો સરકારને પણ ગાંઠતા નથી

5 જીઆઈડીસીમાં 10,000 થી વધારે ઉદ્યોગો છતાં 7,000 એપ્રેન્ટીસને પણ સમાવવા રાજી નથી

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Aug 10, 2018, 01:06 AM
Bharuch District Chief Minister apprentice scheme failed

ભરૂચ: ભરૂચ જિલ્લામાં 10,000થી વધારે ઉદ્યોગો હોવા છતાં મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજનાનો ફીયાસ્કો જોવા મળી રહયો છે. પહેલી મેના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચ ખાતેથી જ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં 7,000 એપ્રેન્ટીસની ભરતીના લક્ષ્યાંક સામે ત્રણ મહિનામાં માત્ર 2,180ની ઉદ્યોગો અને વ્યવસાયિક સંસ્થાઓએ ભરતી કરી છે. ઉદ્યોગકારો સરકારને પણ ગાંઠતા નહિ હોવાથી જિલ્લામાં માત્ર 31.14 ટકા કામગીરી શકય બની છે. કલેકટરે કામગીરીની સમીક્ષા માટે બોલાવેલી બેઠકમાં નિરસ જણાતા ઉદ્યોગકારોનો ઉઘડો લીધો હોવાની વિગતો સપાટી પર આવી છે.

7000 એપ્રેન્ટિસની ભરતીના લક્ષ્યાંક સામે ત્રણ મહિનામાં માત્ર 2,180ની ભરતી


ભરૂચ, દહેજ, પાનોલી, દહેજ, અંકલેશ્વર સહિતની જીઆઇડીસીઓના કારણે જિલ્લો ઔદ્યોગિક દ્રષ્ટિએ હરણફાળ ભરી રહયો છે. ઔદ્યોગિક ક્ષેત્રમાં વિકસિત ભરૂચ જિલ્લામાં મુખ્યમંત્રીની એપ્રેન્ટીસ ભરતી યોજનાનો ફીયાસ્કો જોવા મળી રહયો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભરૂચથી યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો. પહેલી મેથી યોજનાના અમલીકરણ બાદ ભરૂચના ઉદ્યોગો સરકારને પણ ગાંઠતા નહિ હોવાની છાપ ઉપસી છે. જિલ્લાને મળેલા 7,000ના લક્ષ્યાંક સામે ત્રણ મહિનામાં માત્ર 2,180 એપ્રેન્ટીસની ભરતી પણ શકય બની છે. ગાંધી જયંતિ સુધીમાં લક્ષ્યાંક પુરો કરવા માટે તંત્ર દોડધામ કરી રહયું છે. આગામી ત્રણ મહિનામાં સો ટકા કામગીરી પુરી કરવા કલેકટરે ઉદ્યોગો તેમજ વ્યવસાયિક સ્થળોના પ્રતિનિધિઓની બેઠક બોલાવી હતી. જેમાં નિરસ જણાતા ઉદ્યોગો અને વ્યવસાયિક સ્થળોના પ્રતિનિધિઓનો ઉઘડો લેતાં તેમનામાં ભારે દોડધામ જોવા મળી રહી છે.

115 જેટલા ઉદ્યોગોનો અભિગમ હકારાત્મક નથી


ભરૂચ જિલ્લામાં પાંચ જીઆઇડીસી આવેલી હોવાથી મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના પર વિદ્યાર્થીઓનો ઘણો મદાર રહેલો છે. પહેલી મેના રોજ અમલમાં મુકાયેલી યોજનામાં જિલ્લામાં થયેલી કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં કેટલાક ઉદ્યોગોએ સારી કામગીરી કરી છે જયારે 115 જેટલા ઉદ્યોગોએ એક પણ એપ્રેન્ટીસની ભરતી કરી નથી. ગાંધી જયંતિ સુધીમાં જિલ્લાનો લક્ષ્યાંક પુર્ણ થાય તે માટે ઉદ્યોગોના પ્રતિનિધિઓને કડક સુચના આપવામાં આવી છે. હવે દર બુધવારે મીટીંગ બોલાવી થયેલી કામગીરીની માહિતી મેળવાશે. - રવિકુમાર અરોરા, કલેકટર, ભરૂચ

સરકારનો નિયમ શું છે


રાજયમાં આઇટીઆઇ, એન્જીનીયરીંગ સહિતની શૈક્ષણિક સંસ્થાઓમાં ઉર્તિણ થયેલા વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસની તાલીમ મળી રહે તે માટે મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અમલમાં મુકવામાં આવી છે. જે અંતર્ગત 40થી વધારે કર્મચારીઓ ધરાવતાં ઉદ્યોગો સહિત વ્યવસાયિક સંસ્થાઓને આવરી લેવામાં આવી છે. દરેક સંસ્થામાં અઢી ટકા લેખે વિદ્યાર્થીઓને એપ્રેન્ટીસ તરીકે ભરતી કરવાના હોય છે. આ નિયમ મુજબ દર 40 કર્મચારીએ એક એપ્રેન્ટીસ રાખવો જરૂરી છે.

તાલીમબદ્ધ કર્મીઓ મળતા ન હોવાની દલીલ કલેક્ટરે ફગાવી


કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ઉદ્યોગો અને વ્યવસાયિક સ્થળોના પ્રતિનિધિઓ હાજર રહયાં હતાં. આઇટીઅાઇ તથા એન્જીનીયરીંગ કોલેજના સ્ટાફને પણ હાજર રખાયો હતો. કેટલાક ઉદ્યોગોએ તેમને એપ્રેન્ટીસ માટે જરૂરી ઉમેદવારો મળતા ન હોવાની દલીલ કરી હતી. કલેકટરે આ દલીલને ફગાવી દઇ જયાં જરૂર જણાય ત્યાં ઉમેદવારોને યોગ્ય તાલીમ આપવા આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

X
Bharuch District Chief Minister apprentice scheme failed
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App