અંકલેશ્વર વાલિયા ચોકડી પર જીપમાં આગ લાગતા દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરઃ અંકલેશ્વર વાલિયા ચોકડી પાસે ગત રાત્રે ટેમ્પો ટ્રેક્સ જીપમાં અચાનક આગ લાગી હતી. આગ બાદ અચાનક જીપ દોડવા લાગતા આસપાસનાં લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા હતા. ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર વાલિયા ચોકડી નજીક પેટ્રોલ પંપ પાસે ટેમ્પો ટ્રેક્સમાં ઓચિંતા આગ લાગી હતી. સૌના કુતુહલ વચ્ચે જીપ અચાનક દોડવા લાગતા પેટ્રોલ પંપ સહિત નજીકમાં આવેલી હોટલમાં જમવા બેસેલા લોકોમાં નાશભાગ મચી ગઈ હતી.

 

જોકે જીપ એક દીવાલ સાથે ભટકાયને અટકી જતા પ્રથમ સ્થાનિક લોકોએ સળગતી જીપ પર પાણીનો મારો ચલાવીને આગ પર અંકુશ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. ડીપીએમસી  બ્રિગેડની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવીને આગ પર પાણીનો મારો ચાલવી કાબુ મેળવી લીધો હતો.  ઘટનાને પગલે લોકોનાં જીવ અધ્ધર થઇ ગયા હતા. નજીકમાં  પેટ્રોલ પંપ હોવાથી થી ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક તપાસ શોર્ટ સર્કિટ લઇ આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું.

 

વધુ તસવીર જોવા આગળ ક્લિક કરો...

 

તસવીરઃ હર્ષદ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...