અંકલેશ્વર વાલીયા ચોકડી પર એસિડ ભરેલ ટેન્કર લીકેજથી દોડધામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરઃ અંકલેશ્વર વાલીયા ચોકડી પર એસિડ ભરેલ ટેન્કર લીકેજથી દોડધામ મચી જવા પામી હતી. ટેન્કરનો વાલ્વ લીક થતા એસિડ રોડ પર ઢોળાયું હતું. તીવ્ર વાસને લઇ આજુબાજુના લોકોમાં ગભરાહટ ફેલાય હતી. ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમતે લીકેજ બંધ કર્યું હતું. નેશનલ હાઇવે પરથી વડોદરા પાર્સીંગ ટેન્કરમાં લીકેજ થયું હતું. ટેન્કર ક્યાંથી આવ્યું અને ક્યાં જતું હતું તે અંગે જીપીસીબી તેમજ પોલીસે તપાસ આરંભી હતી. 

 

ટેન્કરનો વાલ્વ લીક થતા એસિડ રોડ પર ઢોળાયું 

 

 

નેશનલ હાઇવે નંબર 48 પર વડોદરા તરફથી આવી રહેલ જી.જે.6.ઝેડ. 9353 નંબરના ટેન્કર માંથી અચાનક સ્પેન્ટ એસિડ વાલ્વમાંથી લીકેજ થયું હતું. ટેન્કર ચાલકએ ટેન્કર વાલિયા ચોકડી એપ્રોચ રોડ પર લાવી ઉભી કરી દીધું હતું. જેમાં ટેન્કરનો વાલ્વ જ તૂટી ગયેલો નજરે પડ્યો હતો. વાલ્વમાંથી સ્પેન્ટ એસિડ રોડ પર વહેવાની સાથે અંદરથી તીવ્ર વાસ વછૂટી ઉઠી હતી. સ્થાનિક રહીશો દ્વારા ડીપીએમસીને જાણ કરવામાં આવતા ડીપીએમસીની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ટેન્કરનો વાલ્વનો ભાગ ભારે જહેમતે બંધ કર્યો હતો. બનાવ સંદર્ભે જીપીસીબી તેમજ જીઆઇડીસી પોલીસે જાણ થતા તેવો પણ ઘટના સ્થળે દોડી આવી હતી. તેમજ ટેન્કર ક્યાંથી આવ્યું હતું અને ક્યાં જઈ રહ્યું હતું તેની તપાસ આરંભી હતી. બનાવ સંદર્ભે ડીપીએમસી મેનેજર મનોજ કોતરીયાએ જણાવ્યું હતું કે ટેન્કર સ્પેન્ટ એસિડ હતો જે લીક થયો હતો. તેનો વાલ્વ ખરાબ હોવાથી તૂટી ગયો હતો જેને લઇ લીકેજ થયું હતું. જેને ત્વરિત અસરથી બંધ કરવામાં આવ્યું હતું. (તસવીરો હર્ષદ મિસ્ત્રી)

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...