તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી લાગુ કરી : અહેમદ પટેલ | Ahmed Patel Attended The Program Organized At Rajput Hostel In Bharuch

ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી લાગુ કરી : અહેમદ પટેલ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ: જમ્મુ અને કાશ્મીરમાં બે વર્ષથી ભાજપપીડીપી સાથે ગઠબંધન કર્યું હતું અને સત્તા ભોગવી હતી પણ જયારે સરકાર તુટવા પર આવી ત્યારે પીડીપી સાથે છેડો ફાડવાની જાહેરાત ભાજપે કરી દીધી હતી. બે વર્ષથી સુધી ભાજપ અને પીડીપી એકબીજાને દબાવતા જ આવ્યાં હતાં તેમ રાજયસભાના સાંસદ અહમદ પટેલે ભરૂચ ખાતેના કાર્યક્રમ બાદ એક મુલાકાતમાં જણાવ્યું હતું. ભરૂચ કોંગ્રેસના નવા પ્રમુખ પરિમલસિંહ રણાના તાજપોશીના કાર્યક્રમમાં આવેલા અહમદ પટેલે નોટબંધીના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે, ભાજપે આર્થિક રીતે સધ્ધર થવા માટે નોટબંધી કરી હતી. તેમનો ઇરાદો અન્ય રાજકીય પાર્ટીઓને આર્થિક રીતે પાયમાલ કરી દેવાનો હતો. વિરોધી પાર્ટીઓ ચુંટણી જ ન લડી શકે તેવો તેમનો ઇરાદો હતો.  જમ્મુ અને કાશ્મીર અંગે અહમદ પટેલે જણાવ્યું હતું કે, ભાજપનો જન્મ થયો ન હતો ત્યારથી કોંગ્રેસનું એક જ સ્ટેન્ડ છે. જમ્મુ અને કાશ્મીર ભારતનું અવિભાજય અંગ છે.

 


PM જાતે પાઘડી લઇ જઇ લોકો પાસે પહેરાવડાવે છે


ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે આયોજીત કાર્યક્રમમાં સાંસદ અહમદ પટેલને કાર્યકરોએ પાઘડી પહેરાવી હતી. પાઘડી પહેરતી વેળા સાંસદે રમુજમાં જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાનને પાઘડી બહુ પસંદ છે. તેઓ પોતાની સાથે જ પાઘડી લઇ જાય છે અને લોકો પાસે પહેરાવડાવે છે. તેમની કટાક્ષથી સ્ટેજ પર હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું.