પીરામણમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વર: અંકલેશ્વરની પીરામણ પ્રાથમિક શાળા તેમજ પંચાયત ભવન ખાતે રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના હસ્તે ઘ્વજવંદન કરવામાં આવ્યું હતું. મેરી બેટી મેરા અભિમાન થીમ આધારિત કાર્યક્રમમાં ગામની તેજસ્વી દીકરીનું સન્માન પણ કરાયું હતું. આજ પ્રાથમિક શાળા ભણી ઈજનેર બનેલ દીકરીનું વિશેષ સન્માન કર્યું હતું.

 

દીકરી અને દીકરા વચ્ચે ભેદરેખા ભૂલી દીકરી પર ગર્વ લેવા હાંકલ કરી 

 

ગામની દીકરીઓની માતાને આ પ્રસંગે વિશેષ સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમને સરકારી શાળામાં શિક્ષણ સ્તર સુધારતાવા શાળાઓને અપીલ કરી હતી.શાળાની નવી બિલ્ડીંગ બનવાની મંજૂરી વિશે વાત કરી દીકરી અને દીકરા વચ્ચે ભેદરેખા ભૂલી દીકરી પર ગર્વ લેવા હાંકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...