કોંઢ નજીક ડ્રાઈવરે કાબુ ગુમાવતાં ડમ્પર પલટી ગયું, ચાલક નાસી છૂટ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વાલિયાઃ વાલિયા અંકલેશ્વર રોડ પર કોંઢ ગામથી કોસમડી સુધીનો માર્ગ ઘણા સમયથી અકસ્માત ઝોન સાબીત થઈ રહ્યો છે. છેલ્લા એક વર્ષમાં આશરે 10 જેટલા અકસ્માત થયા છે જેમાં 15 જેટલા લોકોને ગંભીર ઈજાઓ થઈ છે અને ત્રણ નિર્દોષોએ જીવ ગુમાવ્યો છે.ગત રોજ રાત્રે વાલિયા તરફથી અંકલેશ્વર જતા ડમ્પરને કોંઢ ગ્લાસ ફેક્ટરીની કોલોની સામે ડ્રાઈવરે કાબુ ગુમાવતાં હાઇવા પલટી ગયું હતું. અકસ્માત કરી હાઈવા ડમ્પરનો ચાલક નાસી છૂટ્યો હતો.સુરત જિલ્લાના વાડી ગામેથી એક ક્વોરીમાંથી ડમ્પર આવી રહયું હતું. (તસવીર-અતુલ પટેલ)

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

 
અન્ય સમાચારો પણ છે...