અંકલેશ્વરમાં ધોધમાર વરસાદ, પાણીનો નિકાલ નહિ થતા લોકોનો તંત્ર સામે આક્રોશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અંકલેશ્વરઃ અંકલેશ્વરમાં બપોરે 2 થી 4માં 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. દિવસ દરમિયાન વરસાદ ચાલુ રહેતા પોણા ત્રણ ઈસ જેટલો વરસાદ વરસ્યો હતો. અંકલેશ્વરમાં પડેલા ધોધમાર વરસાદમાં ચારેકોર પાણી ભરાયા હતા. વિવિધ માર્ગો પર પાણી ફરી વળતા જનજીવન થંભી ગયું હતું. વરસાદી પાણીનો નિકાલ નહિ થતા લોકોનો તંત્ર સામે આક્રોશ જોવા મળ્યો હતો. અંકલેશ્વરમાં મેઘરાજાની ધમાકેદાર બીજી ઇનિંગ વચ્ચે ચારેકોર જળબંબાકાર કરી મૂક્યું હતું. સવારે 6 વાગ્યા સુધી 243 મીમી કુલ વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ 6 થી 10 વચ્ચે વાદળછાયા વાતાવરણ વચ્ચે 10 થી 12 14મિ.મિ. વરસાદ વચ્ચે ધીમીધારે વરસાદની શરૂઆત થઇ હતી.

 

જનજીવન થંભી ગયું

 

દિવસ દરમિયાન 69 મિ.મિ. વરસાદ સાથે પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો હતો. જેને લઇ અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાવો જોવા મળ્યો હતો. અંકલેશ્વરના એસ.એ. મોટર્સ કોર્ટ રોડ પર દોઢ થી બે ફૂટ પાણી રોડ પર ફળી વળ્યાં હતા. તો સંજયનગર, નવીનગરી, હસ્તી તળાવ ગાયત્રી મંદિર, નિરંતનગર, રઘુવીરનગર, શ્રીનાથ પાર્ક સહીતના વિસ્તારોમાં રોડ તેમજ લોકો ધરોના ઉંમરા સુધી પાણી ભરાયા હતા. તાડફળીયા, ઉન્નતીનગર વિસ્તારમાં પાણી અડધોથી એક ફૂટ માર્ગો પર ભરવા સાથે પાણીનો નિકાલ અટકી જતા લોકો ભારે આક્રોશ જોવા મળ્યો હતો. આ ઉપરાંત આંબોલી બોઈંદરા, સર્વોદય સોસાયટી, કસ્બાતીવાડ રોડ, ચોર્યાસી ભાગોળ વિસ્તાર અને એશીયાડ નગર, પાશ્વનગર, યોગેશ્વરનગર, મારુતિનગર, કૃષ્ણનગર, અંબિકાનગર વિસ્તારોમાં રોડ પર તેમજ આજુબાજુ વિસ્તારમાં પાણી ફરી વળતા જનજીવન થંભી ગયું હતું. (તસવીર - હર્ષદ મિસ્ત્રી) 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...