Home » Daxin Gujarat » Latest News » Bharuch » 17 youths and girls joined the Narmada Inspiration tour in Bharuch

દેશભરમાં 17 યુવક-યુવતીઓએ રોજગારીની તકોનું સર્જન કરતી મા નર્મદાની પ્રેરણાયાત્રા કરી

Divyabhaskar.com | Updated - Aug 23, 2018, 02:53 AM

આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓની મુલાકાત લેવામાં આવી

  • 17 youths and girls joined the Narmada Inspiration tour in Bharuch

    ભરૂચ:ગ્રામીણ યુવાનોને રોજગારી તકો મળી રહે તે માટે ભરૂચમાં યોજાતી નર્મદા પ્રેરણાયાત્રામાં 17થી વધારે યુવક અને યુવતીઓ ભાગ લઇ રહયાં છે. તેમણે કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત સંસ્થાઓની મુલાકાત લીધી હતી.


    ભરૂચની સર્વ હૅપીનેસ ફાઉંડેશનના સ્થાપક નીતિન ટેલર દ્વારા પ્રતિ વર્ષ નર્મદા પ્રેરણા યાત્રા યોજવામાં આવે છે. આ વર્ષે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, ગુજરાતમાંથી આવેલ ૧૭ જેટલા યુવાનો - યુવતીઓ ભાગ લીધો હતો. અત્યાર સુધી યોજાયેલી 7 વિવિધ યાત્રામાં દેશના 18 વિવિધ રાજ્યોમાંથી કુલ 200 જેટલા યુવાન અને યુવતીઓ ભાગ લઈ ને પ્રેરણા લઈ ચૂક્યા છે.


    ભરૂચ અને નર્મદા જિલ્લામાં પ્રવાસન, કૃષિ અને ડેરી ઉદ્યોગમાં રોજગારીની ઘણી તકો રહેલી છે. યુવક અને યુવતીઓએ શિક્ષણ, આરોગ્ય, કૃષિ, ડેરી ઉદ્યોગ તેમજ ઈકો ટૂરિસમ ક્ષેત્રે કામ કરતી સંસ્થાઓની મુલાકાત કરવામાં આવી હતી. નિષ્ણાંતો દ્વારા ગામડાઓમા લઘુ ઉદ્યોગ દ્વારા ગ્રામ્ય તેમજ આદિવાસી વિસ્તારનો વિકાસ તેમજ રોજગારીની તકો ઉભી કરવા માટે માર્ગદર્શન તથા પ્રેરણા આપવામાં આવી હતી. યાત્રા દરમિયાન વાલીયા સ્થિત સરદાર નગર પ્રાથમિક શાળામાં આદિવાસી બાળકો રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે તૈયાર કરવામાં આવેલ સ્કેટિંગ ગ્રાઉન્ડ માટે સંસ્થા દ્વારા બાળકો માટે સ્કેટિંગ બુટ આપવામાં આવ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ