માતા-પિતા સાથે કરતો મારઝૂડ, પોલીસને અભદ્ર શબ્દો ઉચ્ચારી ધમકી આપતો, પોલીસે જાહેરમાં ફટકાર્યો

divyabhaskar.com

Nov 29, 2018, 09:45 AM IST
youth in jambusar beaten by police officer

ભરૂચ: ભરૂચમાં પોલીસ એક યુવાનને ગાડીમાંથી ઉતારી સર્કલ પાસે લાવી જાહેરમાં લાકડીના સપાટા મારી ફરીથી તેને ગાડીમાં બેસાડી દેતી હોવાનો વીડિયો વાઇરલ થયો હતો. આ વીડિયોની તપાસ કરવામાં આવતાં તે વીડિયો જંબુસરનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ જે યુવાનને ગાડીમાંથી ઉતારી રહી છે તેનું નામ રતનસિંહ ઉર્ફે રાકેશ વિજયસિંહ ચૌહાણ (રહે. ટંકારી ભાગોળ) છે. તે અવાર નવાર તેના માતા-પિતાને દારૂના નશામાં મારઝૂડ કરતો હતો.

અગાઉ તેના માતા-પિતાએ જંબુસર પોલીસ સ્ટેશને અરજી આપી હતી. જેથી દિવાળીના સમયે તેની ધરપકડ કરવામાં આવી હતી. જોકે જે તે સમયે તેના પરિવારજનોએ દિવાળીનો સમય હોઇ તેને છોડવ્યો હતો. પરંતુ તે બાદ પણ તે એજ પ્રમાણે તેના માતાપિતાને મારઝૂડ કરતો હતો. દરમિયાન ગઇકાલે પણ તેના પરિવારજનોએ તેના વિરૂદ્ધ પોલીસને જાણ કરતાં તેને ઝડપી પાડવામાં આવતાં તેણે પોલીસ કર્મીઓ સાથે અભદ્ર શબ્દો ઉચ્ચારી ધાકધમકીઓ આપતો હતો. જેથી પોલીસે તેને સબક શીખવાડવા જાહેરમાં સરભરા કરી હતી.

પરિવારે ત્રણથી ચાર વાર અરજી કરી છે
ટંકારી ભાગોળનો રતનસિંહ ઉર્ફે રાકેશ વિજયસિંહ ચૌહાણ દારૂના નશામાં તેના માતા-પિતા સાથે મારપીટ કરતો હતો. જે અંગે તેના પરિવારે ત્રણથી ચાર વાર તેના પુત્રના વિરોધમાં અરજીઓ આપી હતી. ગઇકાલે પણ તેણે ધમાલ કરતાં પોલીસે તેને પકડવા જતાં તે પોલીસ કર્મીઓને પણ ગમેતેમ બોલી ધાકધમકીઓ આપતો હતો. - પી. આર. મેતાલિયા, પીએસઆઇ, જંબુસર.

X
youth in jambusar beaten by police officer
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી