અંક્લેશ્વરનો આંખ ઉઘાડતો કિસ્સો, ક્યારેય આ રીતે ન આપો કોઇને ATM અને પિન

divyabhaskar.com

Nov 27, 2018, 03:00 PM IST
two cheater did fraud with atm in ankleshwar

અંક્લેશ્વરઃ દેશભરમાં ઓનલાઇન ફ્રોડ અને એટીએમ કાર્ડનું ક્લોનિંગ કરીને પૈસા ઉપાડી લેવાના અનેક કિસ્સાઓ બની રહ્યાં છે. જેને લઇને બેન્કો દ્વારા નવા ચીપવાળા એટીએમ કાર્ડ આપવામાં આવી રહ્યાં છે, જેથી આ પ્રકારના ફ્રોડને રોકી શકાય. પરંતુ કેટલીકવાર આપણે કોઇના પર વિશ્વાસ કરીને અમુક ભૂલ કરી બેસીએ છીએ જેના કારણે આવા ફ્રોડનો આપણે શિકાર બનીએ છીએ. આવો જ એક આંખ ઉઘાડતો કિસ્સો અંક્લેશ્વરમાં બનવા પામ્યો છે. જ્યાં એટીએમમાંથી પૈસા ઉપાડવાના બહાને કાર્ડ લઇને અસલીના બદલે નકલી કાર્ડ આપી તથા એટીએમ પિન જાણીને બે શખ્સોએ 49 હજાર રૂપિયા આ રીતે ઉપાડ્યા છે.

આ રીતે બન્ને ચીટરે ઉપાડી લીધા પૈસા
બનાવની વિગત એવી છે કે અંક્લેશ્વરના નિવૃત શિક્ષિકા દેવ્યાનીબેન મોદીના પતિ જગદીશચંદ્ર 12 ઓક્ટોબરના રોજ પત્નીનું કાર્ડ લઇને યુનિયન બેન્ક ગયા હતા. જ્યાં એટીએમમાંથી પૈસા ન ઉપડતા તેમણે બેન્ક કર્મચારીની મદદથી એટીએમ ચાલુ કરાવ્યું હતું. બાદમાં બેન્કના અન્ય એટીએમ પર ગયા હતા, જ્યાં તેમનાથી પૈસા ન ઉપડતાં બે અજણ્યા શખ્સોએ મદદ કરવાના બહાને એટીએમ પિન જાણી લીધો હતો, તેમજ અસલી કાર્ડના બદલે નકલી કાર્ડ આપી દીધું હતું. બાદમાં જ્યારે જગદીશચંદ્ર મોદી જતા રહેતા તેમના કાર્ડથી 2 વાર 10-10 હજાર રૂપિયા અને એકવાર 5 હજાર રૂપિયા બન્ને ચીટરે ઉપાડ્યા હતા. આ ઉપરાંત વડોદરામાં બાટા ઇન્ડિયામાંથી 502 રૂપિયા, રોયલ સૂઝમાંથી 8 હજાર રૂપિયા અને અબરાર સ્ટોરમાંથી ખરીદી કરી હતી.

સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી
પૈસા ઉપડી ગયા હોવાના તમામ મેસેજ સાથે તેમણે બેન્ક અને પોલીસમાં ફરિયાદ કરી હતી. જે બાબતે પોલીસે નિવેદનો અને અરજી સ્વરૂપે ફરિયાદ નોંધી હતી. તેમજ એટીએમના સીસીટીવી ફૂટેજ પણ પોલીસને આપવામાં આવ્યા હતા. છતાં હજુ સુધી કોઇ ગુનો નોંધવામાં ન આવતા મોદી પરિવાર રોષે ભરાયો છે અનેં કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી કરી રહ્યાં છે.

X
two cheater did fraud with atm in ankleshwar
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી