અનોખી ભક્તિ / ગુજરાતના અનોખા સાંઈ ભક્ત, વર્ષમાં 5 વખત શિરડી ઉંધા ચાલીને જાય છે

divyabhaskar.com

Dec 25, 2018, 11:11 AM IST
sai devotee from shuklatirth going shirdi fime time in a year by walk

અંકલેશ્વર: વર્ષમાં પાંચ વાર શિરડી ઉંધા ચાલી પગપડા કરી અનોખી સાઈ ભક્તિ ભરૂચનો સાંઈ ભક્ત દર્શાવી રહ્યો છે. શુકલતીર્થ નજીક મીની શિરડી આશ્રમના મહંત વર્ષ 5 વાર ઉંધા ચાલી શેરડી પહોંચે છે. 570 કિલો મીટર વર્ષ 5 વાર ઉલટા પગે શિરડી યાત્રા કરી લોકોને સીધા કામ, સીધા ચાલવા, સીધા રહેવાની શીખ આપવા યાત્રાનો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

ભરૂચના કબીરવડ- શુકલતીર્થ વચ્ચે આવેલ ધર્મશાળા ગામમાં શિરડી સાઈ સમર્થ આશ્રમ આવેલું છે. જેના મહંત પરમહંસ સંતજી પરમગુરુ સાંઈના નામ થી ઓળખાતા મહંત દ્વારા આશ્રમ પરિક્રમાવાસીઓ માટે અન્નક્ષેત્ર ચલાવે છે. સાંઈ ભક્તિ સાથે સાંઈ બાબા જેવું અદ્દલ સ્વરૂપ ધરાવતા મહંત દ્વારા વર્ષમાં 5 વાર, ઉંધા ચાલી શિરડી ની 570 કિમિ લાંબી યાત્રા પગપાડા કરી પોતાના ગુરૂ એવા સાંઈ બાબાની અનોખી ભક્તિ કરી રહ્યા છે.

વર્ષમાં રામનવમી, ગુરૂપૂર્ણિમા, દશેરા, દિવાળી અને તર્જની સ્વરૂપે અંતિમ યાત્રા કરે છે. અગાવ 7 દિવસમાં યાત્રા કરતા હતા. જે હવે માર્ગોમાં મળતા ભક્તોને લઇ 15 દિવસમાં પુરી કરી રહ્યા છે. તેવો માટે લોકો કોઈ ઉલટું કરે તો પહેલા નજર પડે છે. તેવી રીતે પોતે પણ ઉલટા ચાલી લોકો સીધા રહેવા માટેનો સંદેશો પાઠવા આમ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું.

X
sai devotee from shuklatirth going shirdi fime time in a year by walk
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી