ગુજરાતના આ શિવ મંદિરે રાજા ચાણક્યને મળ્યો હતો મોક્ષ, પાંચ દિવસ સુધી થાય છે ભાતીગળ મેળો

divyabhaskar.com

Nov 20, 2018, 03:20 PM IST
આ સ્થળે પાતાળમાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે
આ સ્થળે પાતાળમાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે
દર વર્ષે કારતકી અગિયારસના દિવસથી પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાઇ છે
દર વર્ષે કારતકી અગિયારસના દિવસથી પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાઇ છે
નિયત કરેલા ઘાટ પર જ સ્નાન કરવા લોકોને અપીલ કરાઇ
નિયત કરેલા ઘાટ પર જ સ્નાન કરવા લોકોને અપીલ કરાઇ

ભરૂચઃ ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે આવેલાં શુકલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ભરાતા કારતકી પુર્ણિમાના મેળાનો પ્રારંભ થયો છે. પાંચ દિવસ સુધી ચાલનારા મેળામાં રાજયભરમાંથી લાખો શ્રધ્ધાળુઓ ઉમટી પડશે. શુકલતીર્થના મેળામાં આસપાસના ગામોના લોકો તંબુ બાંધી પાંચ દિવસનું રોકાણ કરતાં હોય છે. શુકલેશ્વર મહાદેવના દર્શનની સાથે શ્રધ્ધાળુઓ નર્મદા મૈયામાં સ્નાનનો પણ લ્હાવો લેતાં હોય છે.

આ શિવ મંદિરે રાજા ચાણક્યને મળ્યો હતો મોક્ષ
રાજા ચાણક્યએ ઉમાપતિની આરાધના કર્યા બાદ શુકલતીર્થ ખાતે મોક્ષની પ્રાપ્તિ થઇ હતી. આ સ્થળે પાતાળમાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે. દર વર્ષે કારતકી અગિયારસના દિવસથી પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાઇ છે. સોમવારે અગિયારસના દિવસથી ભાતીગળ મેળાનો પ્રારંભ થયો છે.

ગામડાના લોકો અહીં પાંચ દિવસ તંબુ બનાવીને કરે છે રોકાણ
આ મેળામાં આસપાસના ગામડાઓના લોકો પહેલા ગાડા જોડીને આવતાં હતાં અને તંબુ બનાવીને તેમાં પાંચ દિવસનું રોકાણ કરતાં હતાં. હવે બદલાયેલા જમાનામાં ગાડાઓનું સ્થાન ટ્રેકટરોએ લઇ લીધું છે. મેળામાં મનોરંજન માટે ચકડોળ સહિતની સુવિધાઓ રાખવામાં આવી છે. શ્રધ્ધાળુઓની સલામતી અને સુરક્ષા માટે ગ્રામ પંચાયત અને વહીવટીતંત્ર તરફથી પગલાંઓ ભરવામાં આવ્યાં છે. મેળામાં ચૌદશ અને પૂર્ણિમાના દિવસે આવતાં શ્રધ્ધાળુઓની સંખ્યા સૌથી વધારે રહેતી હોય છે.

શુક્લતીર્થનું મહત્વ
ભરૂચ તાલુકાના શુક્લતીર્થ ખાતે ઓમકારનાથ વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તેઓના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે અહીં પ્રતિવર્ષ પાંચ દિવસ સુધી મેળો યોજાય છે. શુક્લતીર્થ ખાતે બિરાજમાન ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્વેત છે જે સમગ્ર ભારતમાં એકમાત્ર હોવાનું ગ્રામજનો જણાવી રહ્યાં છે. અન્ય સ્થળોએ ભગવાન વિષ્ણુની પ્રતિમા શ્યામ હોય છે પરંતુ અહીં આ પ્રતિમા રેતીમાંથી બનેલ છે અને સ્વયંભૂ હોવાથી તેનું માહાત્મ્ય બેવડાઇ જાય છે. આ પ્રતિમાના દિવસના ત્રણ સમયે અલગ અલગ દર્શન થાય છે. સવારે બાલ્યાવસ્થા, બપોરે યુવાવસ્થા તથા સાંજે વૃદ્ધાવસ્થામાં ભગવાન વિષ્ણુનાં દર્શન થાય છે. પ્રતિવર્ષ ભગવાન વિષ્ણુના પ્રાગટ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાતા મેળાનો પ્રારંભ થયો છે. મેળામાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવશે અને દર્શનનો લહાવો લેશે.

નિયત કરેલા ઘાટ પર જ સ્નાન કરવા લોકોને અપીલ કરાઇ

શુકલતીર્થ ગામમાંથી પસાર થતી નર્મદા નદીમાં રેતીની લીઝો આવેલી છે પણ કેટલાક લીઝધારકોએ ગેરકાયદે ખનન કરી દીધું છે. રેતીના ખનનથી નદીના પટમાં ઉંડા ખાડાઓ પડી ગયાં છે. આ ખાડાઓમાં પાણી ભરાતાં તેમાં ડુબી જવાનો ભય રહેલો છે. ડુબવાના બનાવો અટકાવવા માટે નદી કિનારે ગ્રામ પંચાયત અને પોલીસ વિભાગે નકકી કરેલી જગ્યામાં જ સ્નાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી છે.

X
આ સ્થળે પાતાળમાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છેઆ સ્થળે પાતાળમાંથી સ્વંયભુ શિવલિંગ પ્રગટ થયું હતું જે શુકલેશ્વર મહાદેવ તરીકે જાણીતું છે
દર વર્ષે કારતકી અગિયારસના દિવસથી પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાઇ છેદર વર્ષે કારતકી અગિયારસના દિવસથી પાંચ દિવસીય ભાતીગળ મેળો ભરાઇ છે
નિયત કરેલા ઘાટ પર જ સ્નાન કરવા લોકોને અપીલ કરાઇનિયત કરેલા ઘાટ પર જ સ્નાન કરવા લોકોને અપીલ કરાઇ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી