તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ નાગોરીવાડમાં જુગાર રમતાં 5 જુગારિયા ઝડપાયાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ: ભરૂચ શહેરના નાગોરીવાડ વિસ્તારમાં જુગાર રમતાં પાંચ જુગારિયાઓને બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યાં હતાં. પોલીસે જુગારિયાઓ પાસેથી રોકડા રૂપિયા 22 હજાર સહિત કુલ 34 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
 
જુગારિયાઓના રિમાન્ડની કવાયત હાથ ધરાઈ
 
પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરૂચ શહેરના નાગોરીવાડ વિસ્તાર મેમણના દવાખાનાની પાછળ ખુલ્લામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની બાતમી ભરૂચ બી ડિવિઝન પોલીસને મળી હતી. પોલીસની એક ટુકડીએ બાતમીના આધારે સ્થળ ઉપર દરોડો પાડતાં પોલીસની એન્ટ્રીથી જુગારિયાઓમાં નાસભાગ થઇ ગઇ હતી. જોકે પોલીસે જુગાર રમતાં શબ્બીર મહંમદ ધીરા રહે. નાના નાગોરીવાડ, આબેદ્દિન અબ્દુલ રહેમાન મસિદિયા રહે. મોટા નાગોરીવાડ, દિલાવર યુસુફ મુન્શી રહે. મદિના હોટલ પાસે, અલ્તાફ ઐયુબ મારવાડી રહે. બદર પાર્ક તેમજ સાબીર ઇબ્રાહિમ મરોઠી  રહે. નાના નાગોરીવાડ નામના પાંચ જુગારિયાઓને પોલીસે રંગે હાથ ઝડપી પાડ્યાં હતાં.
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો