તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

3 કીલો ન્યૂઝ પેપર અને વાંસમાંથી 4 ફૂટના ઇકો ફ્રેન્ડલી ગણેશ બનાવ્યા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચ: પર્યાવરણનાં જતન પ્રત્યેની જવાબદારી નિભાવતા ભરૂચ શહેરનાં મોફેસર જીન કમ્પાઉન્ડમાં યુવાનો દ્વારા છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવાઇ રહ્યો છે. આ વખતે યુવાનોએ 3 કિલો ન્યૂઝ પેપર અને વાંસમાંથી શ્રીજીની 4 ફૂટની આકર્ષક પ્રતિમા બનાવી સ્થાપિત કરી છે. શહેરનાં સ્ટેશન રોડ પર આવેલા મોફેસર જીન કમ્પાઉન્ડમાં ગણેશ યુવક મંડળ છેલ્લા 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવી પર્યાવરણ પ્રત્યે પોતાનું ઋણ અદા કરી રહ્યાં છે.
મોફેસર જીનમાં 4 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણેશોત્સવ ઉજવાય છે
આ વખતે મંડળનાં યુવાનોએ જાતે જ 3 કિલો ન્યૂઝ પેપર અને વાંસનો ઉપયોગ કરી ગણેશજીની આકર્ષક તેમજ કલાત્મક 4 ફૂટની પ્રતિમા બનાવી હતી. જેનુ વિધિવત સ્થાપન કરી આસ્થાભેર પૂજન કરાઇ રહ્યું છે. પીઓપીની મૂર્તિથી નર્મદા નદીમાં વધતા પ્રદૂષણ સહિત જળસૃષ્ટિ અને માનવજાતને નુકસાનથી વાકેફ થઇ તેઓ છેલ્લા 4 વર્ષથી જાતે જ શ્રીજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ બનાવી ભાવભેર ઉત્સવ ઉજવી રહ્યાં છે. ગત વર્ષે યુવાનો દ્વારા રૂ માંથી ગણેશજી પ્રતિમા બનાવી સ્થાપન કરાયું હતું. જેના અગાઉનાં વર્ષમાં માટીના ગણેશજીને બિરાજમાન કરાયા હતા. મોફેસર જીન કમ્પાઉન્ડ ગણેશ યુવક મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવ ઇકો ફ્રેન્ડલી જ ઉજવવાનો સંકલ્પ કરાયો છે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો